ગુજરાત
News of Monday, 20th September 2021

મુખ્યમંત્રી બદલાયા તેની સીધી અસર અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડના હોદ્દેદારોની વરણીમાં જોવાઈ

છેલ્લી ઘડીએ સ્કૂલ બોર્ડના ચેરમેનપદેથી વિપુલ સેવકને બદલે ડો. સુજોય મહેતાને નીમી દેવાયા

અમદાવાદ : મુખ્યમંત્રી બદલાયા તેની સીધી અસર અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડના હોદ્દેદારોની વરણી થઈ ગઈ છે. સ્કૂલ બોર્ડના ચેરમેન અને વાઇસ ચેરમેન છેલ્લી ઘડીએ બદલાઈ ગયા છે. એક મહિના પહેલાં સ્કૂલ બોર્ડના 12 સભ્યોની બેઠકો માટે 11 ભાજપના સભ્યોએ, 1 કોંગ્રેસના સભ્યએ અને 1 મિમના સભ્યએ ઉમેદવારી નોંધાવી હતી તે વખતે અમદાવાદ મ્યુનિ.ના શાસક પક્ષ ભાજપ દ્વારા સ્કૂલ બોર્ડના ચેરમેન તરીકે વિપુલ સેવક અને ડે. ચેરમેન તરીકે પૂર્વ કોર્પોરેટર ડો.સુજોય મહેતાના નામ આગળ કરાયા છે. જોકે, સત્તાવાર જાહેરાત બાકી હતી પણ આજે ચેરમેનપડે ડો. મહેતા અને ડે. ચેરમેન તરીકે સેવકની નિમણુંક કરી દેવાઈ છે.

અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડની ચૂંટણી રાજ્યસભાની તર્જ ઉપર યોજાય છે જેમાં દરેક કોર્પોરેટર દ્વારા મતદાન કરવામાં આવે છે. અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડની 12 બેઠકો માટે ચૂંટણી યોજાશે જે પૈકી એક બેઠક એસસી-એસટી માટે રિઝર્વ છે જ્યારે ઉચ્ચ શૈક્ષણિક લાયકાત ધરાવતાં નાગરિકો માટે ત્રણ બેઠકો રિઝર્વ કરવામાં આવે છે જ્યારે આઠ બેઠકો સામાન્ય હોય છે.

અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડની 12 બેઠકો માટે ફોર્મ ભરાયા હતા જેમાં ભાજપ દ્વારા સત્તાવાર રીતે 11 નામોની જાહેરાત કરવામાં આવી હતી જેમાં પરંપરા મુજબ જે ઉમેદવારોના નામોની જાહેરાત કરાઇ હોય તેમાં પ્રથમ ક્રમવાળા ઉમેદવાર ચેરમેન બનાવવામાં આવે છે જ્યારે બીજા ક્રમના ઉમેદવારને ડે. ચેરમેન બનાવવામાં આવે છે પણ આજે યોજાયેલી નિમણુંકમાં ચેરમેન અને વાઇસ ચેરમેનની અદલા-બદલી થઈ ગઈ હતી. જાણકારો આ ફેરબદલ પાછળ મુખ્યમંત્રી બદલાયા તેની અસર જોવા મળી રહી છે.

અમદાવાદ મ્યુનિ. સ્કૂલ બોર્ડના સભ્યોના નામ અને શૈક્ષણિક લાયકાત

સભ્યનું નામ                  પક્ષ                              શૈક્ષણિક લાયકાત

1. વિપુલ સેવક                ભાજપ                        એમ.કોમ. બીએડ

2. ડો. સુજોય મહેતા        ભાજપ                         બીએચએમએસ

3. નવીન પટેલ                  ભાજપ                         બીએ બીએડ

4. ઘનશ્યામ પટેલ              ભાજપ                    બીએસસી બીએડ

5. મુકેશ પરમાર-                ભાજપ                       ટીવાયબીએ

6. અભય વ્યાસ                 ભાજપ                        એચએસસી

7. જીગર શાહ                   ભાજપ                          ટીવાયબીએસસી

8. અમૃત રાવલ-               ભાજપ                        બીએ બીએડ

9. યોગીની પ્રજાપતિ         ભાજપ                          ટીવાયબીએ

10. લીલાધર ખડકે             ભાજપ                       ટીવાયબીએ

11. સુરેશ કોરાણી               ભાજપ                       એચએસસી

12. કિરણકુમાર ઓઝા         કોંગ્રેસ                       12 પાસ

(6:51 pm IST)