ગુજરાત
News of Monday, 20th September 2021

યુપીના ડોન આતીક અહેમદે નરેન્દ્રભાઇ મોદી સામે વારાણસીમાંથી ચૂંટણી લડવાની કરેલ જાહેરાતથી સન્નાટો વ્યાપી ગયેલ

જેને મળવાની મંજૂરીના ખબરથી રાજકિય ગરમાવો આવી ગયો, અને ગુજરાતના જેલ તંત્ર દ્વારા ઓવેસીને મળવા દેવાની મંજૂરી ફગાવી દેવાય તેવા ડોનની આજ પહેલાં ભાગ્યે જ જાણી કે વાચી હોય તેવી અદભૂત કથા : વિવિધ પાર્ટી,અપક્ષ રીતે આ બાહુબલી ૫ાંચ વાર ધારાસભ્ય અને સાંસદ બનેલઃ પોતાના ભાઈ સામે ચૂંટણી લડનારની હત્યા કરવાના આરોપ બાદ સુપ્રીમ કોર્ટ હરકતમાં આવી હતી : જેલ યાત્રા સમયે ૧૦૦ જેટલા ગેંગ મેમ્બરો સંખ્યાબંધ કાર દ્વારા જેલ યાત્રા કાઢેલ. એક મહિલા દ્વારા હિંમત કરી જંગ ખેલેલ : ઊતર પ્રદેશની વિવિધ જેલોમાં ધાક ધમકી દ્વારા સમાંતર સાશન ચલાવેલ, જેલમાંથી ખંડણી ઉઘરાવી અપહરણ કરી જેલમાં લાવી તે સ્થળે જ માર મારવામાં આવતો,ઉતર પ્રદેશની જેલો દ્વારા જેલ ટ્રાન્સફર કરવા વિનંતી થયેલ

 રાજકોટ તા. ૨૦,  જે બાહુબલી ડોનને દેશની  કોઈ જેલ સાચવવા માટે ડરતી હતી તેવા સંખ્યાબંધ હત્યાઓ,જેલમાં બેઠા બેઠા ખંડણી,  જેલમાં બોલાવી માર મારવો જેવા ખંુખાર ડોન અતિક અહેમદ ઉતર પ્રદેશની જેલો જેનાથી ત્રાહિમામ પોકારી જતા સુપ્રીમ કોર્ટની મંજૂરીથી ગુજરાતની સાબરમતી જેલમાં બંધ કરવામાં આવેલ છે તેવા અતીક એહમદ પરિવારને ઓવેશી દ્વારા પોતાની પાર્ટીમાં સામેલ કરી ઓવેશિ દ્વારા આતિક એહમદને મળવા માટે જેલ સુપ્રિ.રોહન આનંદ પાસે માગેલ મંજૂરી એક ઝાટકેના મંજૂર થયેલ છે,જેની મંજૂરીથી ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા વિવાદનો મધ પુડો છેડી દેવામાં આવેલ તેવા અતિક એહમદ અંગે ભાગ્યેજ જાણી હોય તેવી રસપ્રદ કથા ચાલો માણીએ.

પાંચ પાંચ વાર વિવિધ પાર્ટી, અપક્ષ, રીતે ચૂંટાય આવેલ અતિક અહેમદ સાંસદ પણ છે, હત્યાઓ લુટ ધમકી, ખૂની હુમલા જેવા આરોપી દ્વારા ઊતર પ્રદેશમાં પોતાના ભાઈ સામે ચૂંટણી જીતી જનારની હત્યાનો આરોપ લાગેલ.મૃતક પરિવાર વિવિધ અદાલત સુપ્રીમ કોર્ટ સુધી રજૂઆત થતાં પોલીસ પર દબાણ વધતાં સુપ્રીમ અદાલતના આદેશ મુજબ ભીસ વધતા તે પોતાની ગેંગના ૧૦૦ જેટલા શખ્શો સાથે ૨૦થી ૨૫ગાડીના કાફલા સાથે આવતા પોલીસ દ્વારા ધરપકડ થયેલ. માયાવતી સરકારે પણ આકરી કાર્યવાહી કરેલ.                                

 દિલ્હીમાં આત્મ સમર્પણ કરનાર આ આરોપી અને તેમના સાથીઓ દ્વારા યુનિ. મા ઘૂસી કાળો કેર વર્તાવયો હતો. ઊતર પ્રદેશની જે જેલમાં જાય તયાં જેલ પ્રશાસનને ધમકસીઓ આપી પોતાનું શાસન ચળવેલ. જેલ પ્રશાસનની વિનંતી બાદ ગુજરાત જેલમાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ, એટીએસ દ્વારા ખાસ વિમાનમાં ગુજરાત લાવવામાં આવેલ તેવા અતિક એહમદ દ્વારા વડા પ્રધાન નરેન્દ્રભાઇ મોદી સામે વારણાસીથી ચૂંટણી લડવાની તૈયારીઓ કરી હતી,  પરંતુ પાછળથી ઈરાદો માંડી વાળેલ. યોગી સરકાર પણ આક્રમક રહી છે.

(4:07 pm IST)