ગુજરાત
News of Friday, 20th September 2019

સુરતના મહિધરપુરામાં હીરાના કારખાનામાં કામ કરતી મહિલાને 1 લાખની લોન અને બોનસ આપવાનું કહી ગઠિયાએ 68હજાર પડાવ્યા: પોલીસ ફરિયાદના આધારે તપાસ હાથ ધરવામાં આવી

સુરત: શહેરના મહિધરપુરા વિસ્તારમાં રહેતી અને હીરાના કારખાનામાં કામ કરતી મહિલાને રૂ.1 લાખની લોન અને બોનસ મળી રૂ.2.48 લાખ અપાવવાની વાત કરી પોતાની ઓળખ બજાજ ફાઈનાન્સના કર્મચારી તરીકે આપી એક મહિલા સહિત પાંચ ગઠિયાઓએ ટુકડે ટુકડે રૂ.68,539 જમા કરાવ્યા બાદ તમામે મોબાઈલ ફોન બંધ કરી દીધા હતા.

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના મહિધરપુરા પોસ્ટ ઓફિસની બાજુમાં દુધાળા શેરી નાલંદા એપાર્ટમેંટ ફ્લેટ નં.8માં રહેતા 36 વર્ષીય વૈશાલીબેન નિમેષભાઈ પટેલ એસ.વિનોદ ડાયમંડ કંપનીમાં કલર ગ્રેડર તરીકે નોકરી કરે છે.

(6:00 pm IST)