News of Friday, 20th September 2019
વડોદરાના ડભોઇમાં યુવતી સાથે આડા સંબંધનો વ્હેમ રાખી યુવાનની કરપીણ હત્યા કરનાર બે આરોપીને અદાલતે આજીવન કેદની સજાની સુનવણી કરી
વડોદરા:ડભોઇમાં સવા વર્ષ પહેલા યુવતી સાથે આડા સંબંધનો વહેમ રાખી યુવાનની થયેલી કરપીણ હત્યાના બનાવમાં કોર્ટે બે વ્યક્તિને આજીવન કેદની સજા ફટકારી છે.
આ અંગેની વિગત એવી છે કે ડભોઇમાં વિભાગ હાઇસ્કુલની પાછળ મોડલ ફાર્મ રોડ પર રહેતો નિલેશ રામુભાઇ વસાવા (ઉ.વ.૩૨) તા.૩ મે ૨૦૧૮ના રોજ રાત્રે વિભાગ હાઇસ્કૂલના વડલા પાસે મિત્રો સાથે બેસવા માટે ગયો હતો ત્યારે ટીની નામની યુવતી સાથે આડા સંબંધની શંકાએ ટીનીનો પિતરાઇ ભાઇ સુરેશ ભાયલાલ તડવી અને વિજય કિરણ બારીયાએ નિલેશને કુહાડી તેમજ લોખંડની પરાઇ મારી કરપીણ હત્યા કરી હતી.
(5:56 pm IST)