ગુજરાત
News of Friday, 20th September 2019

વડોદરા: જમીનની બાબતે થયેલ ઝઘડામાં કલેકટર કચેરીની બહાર બે પક્ષો સામસામે આવ્યા: ઉગ્ર મારામારી થતા મુદ્દો પોલીસમાં પહોંચ્યો

વડોદરા:તાંદલજાની વિવાદિત જમીન મુદ્દે આજે કલેક્ટર કચેરીમાં સાંજે બે પક્ષો વચ્ચે ઉગ્ર મારામારી થતાં મોટી સંખ્યામાં ટોળા ભેગા થઇ ગયા હતાં. આ મુદ્દો પોલીસમાં પહોચતા બંને પક્ષોની અરજી લઇ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

પ્રાપ્ત માહિતિ મુજબ તાંદલજા વિસ્તારની જમીન બિનખેતી કરવા માટે કલેક્ટર કચેરીમાં શબ્બીર મુશા દ્વારા અરજી કરવામાં આવી હતી જો કે બિનખેતીની આ અરજી સામે કાસમ ચાંદા નામની વ્યક્તિએ વાંધા અરજી કલેક્ટર કચેરીમાં રજૂ કરી હતી. તાંદલજા વિસ્તારની આ વિવાદિત જમીન મુદ્દે ફરી વિવાદ સર્જાતા કલેક્ટર દ્વારા વાંધા અરજી પર સુનાવણી રાખવામાં આવી હતી. સાંજે કલેક્ટર કચેરીના ધારાસભા હોલમાં સુનાવણી બાદ બંને પક્ષો કલેક્ટર કચેરીના કમ્પાઉન્ડમાં આવ્યા હતા ત્યારે શબ્બીર મુશા તેમજ તેની સાથેના કેટલાક માણસો વાંધો કેમ લીધો તેમ કહી કાસમ ચાંદા પર તુટી પડયા હતાં.

(5:56 pm IST)