ગુજરાત
News of Friday, 20th September 2019

અમદાવાદમાં પ્રદેશ મહિલા કોંગ્રેસની કારોબારી યોજાઇઃ ૮૦૦ બહેનોની ઉપસ્થિતિ

રાજકોટઃ અખિલ ભારતીય મહિલા કોંગ્રેસના પ્રમુખ સુષ્મિતા દેવના અધ્યક્ષ સ્થાને રાજીવ ગાંધી ભવન ખાતે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસની દ્વિતીય કારોબારીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતના દરેક જિલ્લાઓ અને શહેરમાંથી ૮૦૦ બહેનો ઉપસ્થિત રહ્યા હતા. આ મહિલા કારોબારી અંગે ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રમુખ ગાયત્રીબા વાઘેલાએ જણાવ્યું હતું કે, મહિલા કોંગ્રેસ આગામી દિવસોમાં રાજયવ્યાપી સભ્ય નોંધણી જુંબેશમાં સક્રિય જવાબદારી કરીને મહિલા કોંગ્રેસને વધુ મજબુતી આવશે રાજયમાં મોંઘવારી, બેરોજગારી અને ટ્રાફીકના નિયમોના નામે લૂંટ સામે પણ સાત મહાનગરોમાં આંદોલનાત્મક કાર્યક્રમ મહિલા કોંગ્રેસ આપશે.  મહિલા કારોબારીમાં રાષ્ટ્રીય પ્રમુખ સુષ્મિતાદેવ, પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડા, પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકી તથા વિધાનસભા વિપક્ષી નેતા પરેશ ધાનાણી તથા અર્જુનભાઇ મોઢવાડીયા ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પ્રભારી શોભનાબેન શાહ, સહપ્રભારી સુશીબેન શાહ, ભાવનાબેન જોષી, મહિલા ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા, ગેનીબેન ઠાકોર, રાષ્ટ્રીય કોર્ડીનેટર કામીનાબા રાઠોડ, માયાબેન ભાટીયા, તાપી જિલ્લા પંચાયતના પ્રમુખ ગજરાબેન ચૌધરી વિશેષ ઉપસિથત રહી માર્ગદર્શન આપ્યું હતું. ગુજરાત પ્રદેશ મહિલા ડાંગના ઉપપ્રમુખશ્રી કામીનીબેન સોની, ગીતાબેન પટેલ, તૃપ્તિબેન ઝવેરી, મંદાકીનીબેન પટેલ સર્વેએ આયોજન કરેલ. ડો. સુહાસીબા તથા ડો. કોકીલાબેન પરમારે કાર્યક્રમનું સંચાલન કરેલ.

(3:43 pm IST)