ગુજરાત
News of Thursday, 20th September 2018

હવે કરજણના કોંગી ધારાસભ્ય અક્ષર પટેલે પગાર વધારાનો કર્યો વિરોધ

અક્ષર પટેલે સાથી ધારાસભ્યોને કહ્યું જ્યાં સુધી ખેડૂતોના પ્રશ્નો હલ નહીં થાય ત્યાં સુધી પગાર વધારો લેવો નહીં

 

અમદાવાદ :ધારાસભ્યોના પગાર વધારો થતાં કોંગીના બે ધારાસભ્યે આડા ફાટયા બાદ કરજણના કોંગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલે તેમના સાથી કોંગ્રેસી ધારાસભ્યોને હુંકાર કર્યો કે જ્યાં સુધી રાજ્યના ખેડૂતોની સમસ્યા હલ થાય ત્યાં સુધી પગાર વધારો લેવો નહીં. અને જે પગાર વધ્યો તે શહીદ જવાનોના પરિવારને આપવા માગ કરી. ધારાસભ્ય અક્ષય પટેલ હાલ અંબાજી પગપાળા જઈ રહ્યાં છે. અક્ષય પટેલની માગને કોંગ્રેસના બીજા ધારાસભ્યો ટેકો આપશે કે કેમ તે જોવું રહ્યું.

(12:49 am IST)