ગુજરાત
News of Thursday, 20th September 2018

અમદાવાદઃ એસજી હાઇવે પર કર્ણાવતી ક્લબ પાસે કારમાં આગ ભભૂકી :બે મહિલાનો બચાવ

અમદાવાદના એસ જી હાઈવે પર કર્ણાવતી ક્લબ પાસે આજે સવારે કારમાં અચાનક આગ લાગતા અફરાતફરી મચી ગઈ હતી. ઘટનાની જાણ થતા ફાયર બ્રિગેડે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. કારમાં સવાર બે મહિલાઓનો આબાદ બચાવ થયો હતો. જો કે કારમાં અચાનક કઈ રીતે આગ લાગી તેનું રહસ્ય અકબંધ છે.

(12:24 am IST)