ગુજરાત
News of Thursday, 20th September 2018

પહેલી ઓક્ટોબરથી કચ્છને અછતગ્રસ્ત જાહેર :મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની મહત્વની જાહેરાત

પાણી અને ઘાસચારા માટે વિશેષ વ્યવસ્થા ટ્રેન વડે મોટી માત્રામાં ઘાસચારો મોકલાશે :પીવાના પાણી માટે 206 કરોડના ખર્ચે નવી પાઈપલાઈન નખાશે

ભુજ :મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કચ્છ જિલ્લાના પદાધિકારીઓ અધિકારીઓ સાથે બેઠકમાં સમીક્ષા કર્યા બાદ પહેલી ઓક્ટોબરથી કચ્છને અછતગ્રસ્ત જાહેર કરતો મહાવતની જાહેરાત કરી છે ૧લી ઓકટો.થી કચ્ સહિતના વરસાદની ઘટ ધરાવતાં વિસ્તારોમાં અછતની અમલવારી કરાશે

કચ્છના પીવાના પાણી માટે ૨૯૬ કરોડના ખર્ચે નવી પાઇપલાઇનના કામોની જાહેરાત પણ મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ કરી છે ટપ્પર ડેમમાં વધારે પાણી આપવા અને અછત સમિતિની રચના કરવાનો મુખ્યમંત્રીએ  નિર્દેશ આપ્યો હતો

   રાજયના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ આજે કચ્છની એક દિવસની મૂલાકાત લઇ અછતની પરિસ્થિતની સમીક્ષા બેઠક બાદ કચ્ સહિત ૧૨૫ મી.મી. થી ઓછો વરસાદ થયો છે ત્યાં ૧લી ઓકટોબરથી અછત જાહેર કરાશે તેવી જાહેરાત કરી હતી. મુખ્યમંત્રીશ્રીએ ગૌશાળા-પાંજરાપોળો બધાને ધારાધોરણ અનુસાર સબસીડી અને યુધ્ધના ધોરણે અછતગ્રસ્ વિસ્તારોમાં ઢોરવાડા ખોલવાની કામગીરી હાથ ધરાશે તેવું તકે જણાવ્યું હતું.

મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કચ્છના પીવાના પાણી માટે ૨૯૬ કરોડના ખર્ચે નવી પાઇપલાઇનના કામો કરાશે તેવી જાહેરાત કરીને ટપ્પર ડેમમાં વધારે પાણી આપવા તેમજ અછત સમિતિની જાહેરાત જિલ્લા કલેકટર કરીને સ્થાનિક નિર્ણયો લેવાશે તેવો નિર્દેશ આપ્યો હતો

(11:46 pm IST)