ગુજરાત
News of Thursday, 20th September 2018

સાપુતારા સ્પોટર્સ કોમ્પલેક્સમાં આગ ભભૂકી :ખેલાડીઓમાં દોડધામ મચી

 

ગિરિમથક સાપુતારામાં આવેલા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના કરોડોના ખર્ચે સાકાર થયેલા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં આજે સવારે એકાએક આગ ફાટી નીકળતા અફડા તફડીનો માહોલ સર્જાયો હતો

   વિદ્યાર્થી ખેલાડીઓ મેદાનમાં પ્રેક્ટિસ કરતા હતા. ત્યારે હોલમાં ધુમાડાના ગોટેગોટા નીકળતા દોડધામ મચી હતી. ખેલાડીઓ દ્વારા નજીકમાંથી પાણીનો મારો ચલાવી આગ પર નિયંત્રણનો પ્રયાસ કરાયો હતો.

(10:37 pm IST)