News of Thursday, 20th September 2018
સુરતમાં 140 કરોડના ખર્ચે નિર્મિત અડાજણ -અઠવા વિસ્તારને જોડતા કેબલ બ્રિજનું કામ પૂર્ણ
સુરત :બ્રિજ સીટી તરીકે ઓળખાતા સુરત શહેરની ટ્રાફિકની સમસ્યા દુર કરવા માટે અનેક બ્રિજ બનાવવામાં આવ્યા છે. અડાજણ-અઠવા વિસ્તારને જોડતા કેબલ બ્રિજનું 99 ટકા કામ પૂર્ણ થઇ ચુક્યું છે. હાલમાં બ્રિજનું ફાઈનલ ટચઅપનું કામ ચાલી રહ્યું છે. 140 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા આ બ્રિજ વર્ષોની રાહ જોયા બાદ તૈયાર થયો છે. તેમાં 10 મજૂરોના મોત થતા તે વિવાદમાં ફસાયો હતો.
(10:36 pm IST)