ગુજરાત
News of Thursday, 20th September 2018

સુરતમાં મોબાઈલની મદદથી દારૂની હોમ ડિલિવરી કરનાર કાપોદ્રાના યુવાનની અટકાયત

સુરત:મોબાઇલ ફોન ઉપર ઓર્ડર લઇ બ્રાન્ડેડ દારૂની બોટલની હોમ ડિલીવરી આપતા કાપોદ્રાના યુવાનના ઘરે પીસીબીએ છાપો મારી રૂ. ૬૨,૫૫૦ની મત્તાની દારૂની ૩૧ બોટલ અને મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૭૦,૫૫૦નો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પીસીબીના સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ હે.કો. ઇમ્તીયાઝ મન્સુરીને મળેલી બાતમીના આધારે પીસીબીએ ગતરોજ કાપોદ્રા કલાકુંજ સોસાયટી મનમંદિર એપાર્ટમેન્ટ ફલેટ નં. જી-૦૨માં છાપો મારી ત્યાંથી રૂ. ૬૨,૫૫૦ની મત્તાની જુદી જુદી બ્રાન્ડેડ ભારતીય બનાવટની વિદેશી દારૂની ૩૧ બોટલ કબજે કરી હતી.

(5:00 pm IST)