ગુજરાત
News of Thursday, 20th September 2018

સુરત: કતારગામમાં દારૂડિયા પતિથી કંટાળેલ પત્નીએ પતિનું ગળું દબાવી દીધું

સુરત:કતારગામ આંબાતલાવડીમાં દારૂ પીને મારઝુડ કરતા બેકાર પતિના ત્રાસથી કંટાળેલી મહિલાએ ઝઘડા દરમિયાન ઝપાઝપી થતાં પતિને ધક્કો મારી માથામાં ઇજા થયા બાદ ગળું દબાવી હત્યા કરી દીધી હતી. ઘટનાને છુપાવવા મહિલાએ પ્રયાસ કર્યો પણ સત્ય સામે આવી ગયું હતું.

બનાવ અંગે પોલીસ સૂત્રો તેમજ સ્મીમેર હોસ્પિટલ ખાતેથી પ્રાપ્ત થતી વિગતો મુજબ મૂળ અમરેલીના બાંભણીયાનો વતની અને સુરતમાં કતારગામ આંબાતલાવડી સોનલપાર્ક સોસાયટી ઘર નં. ૩૨માં પત્ની શિલ્પા બે પુત્ર, એક પુત્રી સાથે રહેતો અને ચાર માસથી બેકાર બનેલો રત્નકલાકાર  અશોક બાબુભાઇ પાનસુરીયા (ઉ.વ. ૩૮) દારૂની લતે ચઢતા પત્ની શિલ્પા સાથે અવાર-નવાર ઝઘડો પણ થતો હતો.

(5:00 pm IST)