ગુજરાત
News of Thursday, 20th September 2018

અમદાવાદમાં આંગડિયા પેઢીની ઓફિસે પહોંચાડવાના 50 લાખ લઇ રફુચક્કર થયેલ કર્મચારી ક્રાઇમ બ્રાન્ચના સકંજામાં

અમદાવાદ:રતનપોળમાં આવેલી એક આંગડીયા પેઢીના મુંબઈની ઓફિસે પહોંચાડવાના ૫૦ લાખ રૃપિયા લઈને ફરાર થઈ ગયેલાપેઢીના કર્મચારીની ક્રાઈમ બ્રાંચે ધરપકડ કરી છે. આ ગુનામાં તેનો ભાઈ પણ સંડોવાયેલો છે પણ તેનો પતો લાગ્યો નથી.આરોપીઓ પાસે મુંબઈ મોકલવાના અન્ય પેઢીના પૈસા હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું.ક્રાઈમ બ્રાંચે આ કેસમાં પાટણના કુંવરજી જ્યંતીભાઈ ઠાકોરની ધરપકડ કરી છે. જ્યારે તેનો ભાઈ પ્રવિણજી ઠાકોર ફરાર છે. આ બનાવની વિગત મુજબ રતનપોળમાં ડોશીવાળની પોળમાં રાજેશકુમાર મણીલાલ એન્ડ કંપની નામની આંગડીયા પેઢી આવેલી છે. પેઢીની મુંબઈના મલાડમાં પણ ઓફિસ આવેલી છે. આ પેઢીની મુંબઈ ઓફિસમાં કામ કરતો કુંવરજી ઠાકોર અવારનવાર અમદાવાદ તથા મુંબઈ ઓફિસેથી રોકડ રકમ લાવવા લઈ જવાનું કામ કરતો હતો.

(5:00 pm IST)