ગુજરાત
News of Thursday, 20th September 2018

પેટલાદમાં પત્નીએ સાસરે પરત આવવાની ના કહેતા પતિએ માથામાં ઈટ મારી

પેટલાદ:માં રીસાઈને પીયર ગયેલી પત્નીને પરત ઘરે આવવા માટે કહેવા ગયેલા પતિને ના પાડનાર પત્ની અને તેની માતાને ઈંટ મારીને ઈજાઓ પહોંચાડતા આ અંગે પેટલાદ શહેર પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે. 
મળતી વિગતો અનુસાર ફરિયાદી હર્ષાબેન પ્રકાશભાઈ ચૌહાણ પેટલાદના પઠાણવાડા ખાતે આવેલી સ્કૂલમાં આંગણવાડી હેલ્પર તરીકે નોકરી કરે છે. બુલાખીની ચાલીમાં પતિ પ્રકાશભાઈ ભાઈલાલભાઈ ચૌહાણ સાથે રહેતી વખતે વિદેશ જવા માટે એજન્ટને આપેલા બે લાખ રૂપિયા ફસાઈ જતાં તે બાબતે પતિ સાથે તકરાર થતા વર્ષાબેન પિયર ઈસરામા જતી રહી હતી અને ત્યાંથી માતા સાથે નોકરીએ આવતી-જતી હતી. 
આજે બપોરના સુમારે નોકરી પરથી છુટીને માતા શાંતાબેન સાથે જતી હતી ત્યારે અશોક સોસાયટી નજીક પાછળ-પાછળ પતિ પ્રકાશ આવી ચઢ્યો હતો અને તેણીને ઘરે આવવાનું કહ્યું હતુ પરંતુ વર્ષાબેને ના પાડતાં પ્રકાશભાઈ એકદમ ઉશ્કેરાઈ ગયો હતો અને ઈંટનો ટુકડો ઉઠાવીને ચારથી પાંચ વખત કપાળના ભાગે મારી દીધો હતો જેથી વર્ષાબેન લોહીલુહાણ થઈ જવા પામ્યા હતા. શાંતાબેન વચ્ચે પડતાં તેણીને પણ જમણા હાથની કોણી ઉપર ઈંટ મારીને ઈજાઓ પહોંચાડી હતી.

(5:00 pm IST)