માતર તાલુકાના સંધાણાનાં દંપતીએ હોસ્પિટલના ક્વાટર્સમાં કબ્જો જમાવ્યાંની ફરિયાદથી તપાસ શરૂ
માતર:તાલુકાના સંધાણાના દંપતીએ સીમમાં આવેલ ટીબી હોસ્પિટલના ક્વાર્ટસમાં બિનઅધિકૃત પ્રવેશ કરી કબજો જમાવ્યાની માતર પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ માતર તાલુકાના સંધાણા સીમમાં મહાગુજરાત હોસ્પિટલ સંચાલિત બાસુદીવાલા ટીબી સેનેટોરીયમ હોસ્પિટલ આવેલ છે. જેમાં ટીબી હોસ્પિટલ પાછળ બ્લોક નં. ૪૯૬ સફાઈ કામદારના ક્વાર્ટસ આવેલ છે. આ ક્વાર્ટસમાં સંધાણામાં રહેતા સમરૂદ્દીન યાસીનમીયાં મલેક અને તેમની પત્નિ મુમતાઝબેન મલેકે ગઈકાલે સાંજે બિન અધિકૃત રીતે પ્રવેશ કરી ક્વાર્ટસમાં કબજો જમાવવાનો પ્રયાસ કર્યો હતો. આ બનાવની જાણ થતાં ઘનશ્યામભાઈ નંદુભાઈ દેસાઈએ માતર પોલીસમાં ફરિયાદ આપતા માતર પોલીસે સમરૂદ્દીન મલેક અને તેમની પત્નિ મુમતાઝબેન સામે ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.