ગુજરાત
News of Thursday, 20th September 2018

બીટકોઈન તોડકાંડમાં આરોપી અનંત પટેલની રેગ્યુલર જમીન અરજી સેશન્સ કોર્ટએ ફગાવી

 

કરોડો રૂપિયાના બીટકોઈન તોડકાંડ કેસમાં અમરેલીના લોકલ ક્રાઇમ બ્રાન્ચના તત્કાલીન પીઆઇ અને હાલના આરોપી અનંત પટેલને રાહત નથી મળી. સેશન્સ કોર્ટે અનંત પટેલના રેગ્યુલર જામીન ફગાવ્યા છે. કેસમાં સંડોવણી સામે આવ્યા બાદ અનંત પટેલને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.

કરોડો રૂપિયાના બિટકોઈન પડાવવાના કેસના આરોપી પોલીસ ઇન્સ્પેક્ટર અનંત પટેલની જામીન અરજી સ્પેશિયલ કોર્ટે ફગાવી છે. સીઆઈડી તરફથી કોર્ટ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી કે અનંત પટેલ કેસના મુખ્ય આરોપીઓ પૈકી એક છે તેમજ પૂર્વ ધારાસભ્ય નલિન કોટડિયા સાથે તે શરૃઆતથી સંપર્કમાં છે સાથે અનંત પટેલ કેસના પુરાવાઓ સાથે ચેડાં કરી શકે છે જેથી સેસન્સ કોર્ટે સીઆઇડી તરફની રજુઆતને ધ્યાનમાં રાખી અનંત પટેલની જામીન અરજી કોર્ટે ફગાવી છે.

(12:40 am IST)