ગુજરાત
News of Thursday, 20th September 2018

કોંગી ધારાસભ્ય અંબરીશ ડેર પગાર ટ્રસ્ટમાં આપશે :ખેડૂતોને લાભ નહિ મળે ત્યાં સુધી પગાર વધારો નહીં :પ્રભાત દુધાત

 

ગુજરાત વિધાનસભામાં પગાર વધારાને લગતું વિધેયક પસાર થઈ ગયું છે.દરેક મુદ્દે વિરોધ વ્યક્ત કરતા કોંગી ધારાસભ્યોએ પણ  પગાર વધારાના નિર્ણયને આવકાર્યો છે.જોકે રાજુલાના કોંગી ધારાસભ્ય અમરિષ ડેરે પણ પગાર વધારાને આવકાર્યો. તેમજ પોતે પગારનો સ્વખર્ચમાં ઉપયોગ કરતા હોવાનું કહ્યું હતું  અને પોતાનો પગાર ટ્રસ્ટમાં આપી દેતા હોવાનું જણાવ્યું છે. તેમજ પગાર વધારાના કારણો પણ ગણાવવા મળ્યા હતા .

  જયારે કોંગી ધારાસભ્ય પ્રતાપ દૂધાતે ખેડૂતોને લાભ નહીં મળે ત્યાં સુધી પગાર વધારો નહી લઉં તેવી જાહેરાત કરી છે.

 

(10:12 am IST)