ગુજરાત
News of Tuesday, 20th August 2019

ડીસાના થેર વાડા ગામે એસટી બસ ઉભી નહીં રહેતા વિદ્યાર્થીઓ વિફર્યા :ગામમાં ચક્કાજામ

ભારે સમજાવટ બાદ મામલો થાળે પાડ્યો

થેરવાડા : ડીસા તાલુકાના થેરવાડા ગામે બસ સ્ટેશન હોવા છતાં એસ.ટી બસ ઉભી રહેતી નહિ રહેતા વિદ્યાર્થીઓ વિફર્યા હતા અને  વિધાર્થી ઓએ થેરવાડા ગામે જ બસ રોકીને  ચકકાજામ કર્યો હતો.ભારે સમજાવટ બાદ મામલો થાળે પાડવામાં આવ્યો હતો.

. ડીસા તાલુકાના થેરવાડા ગામે છેલ્લા કેટલાક સમયથી બસ સ્ટોપ ઉપર બસ ઉભી ન રહેવાનો ફરિયાદો ઉઠી રહી છે. આ બાબતે વિધાર્થીઓ અને મુસાફરો દ્વારા તંત્રને વારવાર જાણ કરવામાં આવી છે. છતાં એસ.ટી બસના અધિકારીઓ આ બાબતે કોઇ ધ્યાન ન આપતા વિધાર્થી ઓએ ચકકાજામનું શસ્ત્ર ઉગામ્યું છે

  . થેરવાડા ગામે સવારે વિધાર્થીઓ શાળાએ જવા ઉભા હતા. આ દરમ્યાન એસ.ટી બસ નહી ઉભી રાખતાં વિધાર્થીઓ આખરે કંટાળીને લાલઘુમ બનીને બસ સ્ટેશન પર બસ રોકી ચકકાજામ કર્યો હતો. જ્યારે તેઓએ બસ પર ચડીને પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. જાકે,બાદમાં એસ.ટી વિભાગના અધિકારીઓએ મામલો થાળે પાડ્‌યો હતો

(11:57 pm IST)