ગુજરાત
News of Tuesday, 20th August 2019

સુરતના જાગૃત વ્યક્તિએ જોયેલ શંકાસ્પદ યુવકો આતંકી નહીં પણ અફઘાની વિદ્યાર્થીઓ હતા ;પોલીસે છોડી મુક્યા

 

 ગુજરાતમાં આતંકવાદી ઘૂસ્યાના ઇનપુટ બાદ પોલીસે સ્ક્રેચ જાહેર કર્યો હતો તેવામાં એક જાગૃત યુવકે પોલીસને જાણ કરી કે સ્ક્રેચ મુજબનો શંકાસ્પદ જોયો છે  યુવકની જાણકારીના આધારે પોલીસે શકમંદ યુવકોને અટકાયત કરીને પૂછપરછ કરી હતી પોલીસ તપાસમાં બહાર આવ્યું હતુ કે શકમંદ યુવકો અફઘાનિસ્તાનના છે અને કૃષિ યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા માટે આવ્યા છે. જેથી પોલીસે તેમને છોડી મૂક્યા હતા

   .સુરતના જાગૃત યુવકે સુરત રૂરલ પોલીસ કંટ્રોલને માહિતી આપતા જણાવ્યું હતું કે, હું બરોડાથી કાલે સરકારી બસમાં બેઠો હતો ત્યારે મારી બાજુમાં બે માણસો બેઠા હતા. જેમનો દેખાવ આજે એક ગુજરાતી સમાચાર પત્રમાં છપાયેલા આતંકવાદીના ફોટા જેવો હતોતેઓની દાઢીમૂછ હતી.મેં તેઓની પૂછપરછ કરતા તેમણે અફઘાનિસ્તાનના હોવાનું જણાવ્યું હતું. તેઓ ટિકિટ લઇને નવસારી તરફ જઇ રહ્યા હતા. તેમની પાસે ઇન્ડિયન ચલણ ઓછું અને વિદેશી ચલણ વધારે હતું અને તેમની પાસે બ્લેક કલરની બેગ હતી, તેમની કાંડા ઘડિયાળ વિચિત્ર લાગતી હતી

(10:52 pm IST)