ગુજરાત
News of Tuesday, 20th August 2019

ચીનમાં ચાર મેડલ જીતી દેશનું ગૌરવ વધારનાર પોલીસ ઇન્સ,લજ્જા ગૌસ્વામીનું વતનમાં સ્વાગત

લજ્જાએ શુટિંગ ઇવેન્ટમાં ભારતે ડંકો વગાડતાં બે ગોલ્ડ સહિત 4 મેડલ્સ જીત્યાં

વડોદરાઃ ચીનમાં વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સમાં 2 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ સહિત ચાર મેડલ્સ જીતી દેશનું ગૌરવ વધારનાર ગુજરાતની પુત્રી લજ્જા ગોસ્વામી વતન પરત ફરી છે. વડોદરા એરપોર્ટ પર  લજ્જા ગોસ્વામીનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું .
  તાજેતરમાં ચીન ખાતે વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સનું આયોજન કરાયું હતું  જેમાં વિશ્વભરમાંથી પોલીસ રમતવીરોએ ભાગ લીધો. હતો શુટિંગ ઇવેન્ટમાં ભારતે ડંકો વગાડતાં બે ગોલ્ડ સહિત 4 મેડલ્સ જીત્યાં. શુટિંગમાં ભારત વતી આ તમામ 4 મેડલ્સ ગુજરાતનાં આણંદની દીકરી અને ગુજરાત પોલીસમાં ઇન્સપેક્ટર તરીકે ફરજ બજાવતી લજ્જા ગોસ્વામીએ જીત્યાં.હતા

વર્લ્ડ પોલીસ એન્ડ ફાયર ગેમ્સ ચીનમાં લજ્જાએ 2 વાર ગોલ્ડ પર નિશાન તાંક્યું. જ્યારે શુટિંગની જ અન્ય કેટેગરીમાં લજ્જાએ એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ પોતાને નામ કરી ચીનમાં ભારતનો ડંકો વગાડ્યો. વિશ્વસ્તરે દેશને ખ્યાતિ અપાવી વતન પરત ફરેલી ભારતીય આંતરરાષ્ટ્રીય શૂટિંગ પ્લેયર લજ્જા ગોસ્વામીનું વડોદરા એરપોર્ટ પર ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું.હતું 

(10:37 pm IST)