ગુજરાત
News of Tuesday, 20th August 2019

અમદાવાદ મેટ્રો પ્રોજેક્ટ રૂટ ઉપર હેલ્થ વિભાગની તપાસ :મચ્છરોનાં બ્રિડીંગ મળતા 3 લાખનો દંડ

મચ્છરોનાં બ્રડીંગ અંગે મેટ્રોની કામગીરીનાં વાસણાથી ચાંદખેડાનાં રૂટમાં તપાસ

અમદાવાદમાં 48 વોર્ડમાં હેલ્થ વિભાગે વિવધ ટીમો બનાવીને તપાસ હાથ ધરી છે કોર્પોરેશને મચ્છરોનાં બ્રડીંગ અંગે મેટ્રોની કામગીરીનાં વાસણાથી ચાંદખેડાનાં રૂટમાં તપાસ હાથ ધરી હતી. જેમાં બ્રિડીંગ મળતા 3 લાખનો દંડ ફટકાર્યો છે  આ પહેલા પણ તેમને બેવાર આ અંગેની નોટિસ આપવામાં આવી હતી પરંતુ ત્યાં કોઇ સુધારો જોવા મળ્યો ન હતો.
   આ ઉપરાંત હેલ્થ વિભાગ દ્વારાં કન્સ્ટ્રક્શન સાઇટોનાં બેઝમેન્ટમાં વધુ પ્રમાણમા પાણી ભરાયેલુ જોવા મળ્યુ હતું. તે અંગે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી.

(8:48 pm IST)