ગુજરાત
News of Tuesday, 20th August 2019

કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ બે દિવસ ગુજરાતના મહેમાન બનશે :આગામી 28-29મીએ અમદાવાદ આવશે

સપ્ટેમ્બરમાં સંઘપ્રદેશ દાદરાનગર હવેલીની મુલાકાત લેશે :ભવ્ય સ્વાગત-સન્માન માટે તૈયારીઓ

અમદાવાદ :કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ બે દિવસ ગુજરાતના મહેમાન બનશે અમિતભાઇ  આગામી 28-29 ઓગસ્ટના રોજ ગુજરાત આવશે અને અમદાવાદના મહેમાન બનનારા છે કેન્દ્રીય ગૃહમંત્રી બે દિવસ દરમિયાન અનેક કાર્યક્રમોમાં ભાગ લેશે સાથે સંગઠન સાથે બેઠક કરશે.

આગામી સપ્ટેમ્બર મહિનાના પહેલા અઠવાડિયામાં અમિત શાહ સંઘપ્રદેશ દાદરાનગર હવેલીની મુલાકાત લેનારા છે જમ્મુ કાશ્મીરમાંથી 370ની કલમ નાબૂદી બાદ પ્રથમ વખત પ્રદેશમાં આવી રહેલા ગૃહ પ્રધાનને આવકારવા પ્રદેશવાસીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે.
    ગૃહપ્રધાન અમિતભાઈ  શાહનું ભવ્ય સ્વાગતના આયોજન માટે પ્રદેશના પાટનગર સેલવાસમાં મહત્વની બેઠક મળી હતી. પ્રદેશના પ્રશાસક પ્રફુલ પટેલની અધ્યક્ષતામાં મળેલી આ બેઠકમાં દમણના સંસદ લાલુભાઇ પટેલ અને દાદરા નગર હવેલીના અપક્ષ સાંસદ મોહન ડેલકર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. પ્રદેશના મોટા અધિકારીઓ અને પદાધિકારીઓ રહ્યા ઉપસ્થિત રહ્યાં હતા. આ બેઠકમાં અમિતભાઈ  શાહના ભવ્ય સ્વાગત અને સન્માન માટે આયોજન અંગે ચર્ચા કરવામાં આવી હતી

(8:40 pm IST)