News of Tuesday, 20th August 2019
આણંદના સલાટિયાં ફાટક નજીક ચાર અજાણ્યા શખ્સોએ માતા-પુત્રને ઢોરમાર મારતા ગુનો દાખલ
આણંદ: શહેરના સલાટીયા ફાટક પાસે આવેલા મરિયમપાર્કમાં ગત ૧૭મી તારીખના રોજ સાંજના છ વાગ્યાના સુમારે યુવતી ગુમ થવાની અદાવતમાં મૌસીનભાઈ સફીભાઈ વ્હોરા, સદ્દામ, ચંગેજ દિવાન તથા મુસ્તાકભાઈ દ્વારા લાકડું, લોખંડની પાઈપ, તલવાર તથા પાવડાના દસ્તો લઈ આવીને મીનાઝબેન ઈમ્તીયાઝભાઈ વ્હોરા અને તેમના પુત્ર સાથે ઝઘડો કર્યો હતો.
ઉશ્કેરાયેલા ચારેય શખ્સોએ મીનાજબેનના પુત્રને ગડદાપાટુનો માર મારીને જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. મીનાજબેન વચ્ચે પડતાં સદ્દામે પોતાની પાસેની લોખંડની પાઈપ જમણા ખભે મારીને ફેક્ચર કરી નાંખ્યું હતુ. આ અંગે શહેર પોલીસે ચારેય વિરૂધ્ધ ગુનો દાખલ કરીને તપાસ હાથ ધરી છે.
(5:44 pm IST)