ગુજરાત
News of Tuesday, 20th August 2019

આણંદ નજીક વિદ્યાનગરમાં જુદી જુદી બે જગ્યાએથી બાઇકોની ચોરી થતા તપાસ હાથ ધરાઈ

આણંદ: નજીક આવેલા વિદ્યાઘામ વિદ્યાનગરમાં આવેલા મોટા બજાર સ્થિત એક્સીસ બેન્કની બહાર ગત ૭મી તારીખના રોજ ઈન્દ્રસિંહ ભરતસિંહ રાઠોડે પાર્ક કરેલું પોતાનું બાઈક નંબર જીજે-૦૭, બીક્યુ-૧૦૫૬નું કોઈ શખ્સ ડુપ્લીકેટ ચાવીની મદદથી લોક ખોલીને ચોરી કરી લઈ ગયો હતો. 

જ્યારે ૨૪મી તારીખના રોજ સેમકોમ કોલેજની સામે પ્રીત દિપેશકુમાર પટેલે પાર્ક કરેલું પોતાનું એક્ટીવા નંબર જીજે-૨૩,એઆર-૬૦૦૬નું કોઈ શક્સો ડુપ્લીકેટ ચાવીની મદદથી લોક ખોલીને ચોરી કરી લઈ ગયા હતા. આ અંગે વિદ્યાનગર પોલીસે બે અલગ-અલગ ગુનાઓ દાખલ કરીને તપાસ હાથ ધરી છે. 

(5:43 pm IST)