ગુજરાત
News of Tuesday, 20th August 2019

મહેમદાવાદમાં ગટર ઉભરાવાની સમસ્યાથી મહિલાઓએ પાલિકાના દરવાઝા ખખડાવ્યા

નડિયાદ:મહેમદાવાદ શહેર માં આવેલ વોર્ડ નં-૪ની મહિલાઓએ નગર પાલિકામાં હલ્લાબોલ કર્યુ હતુ.આ વિસ્તારમાં ગટરના કુવો ઉભરાતા ગંદકીના કારણે મહિલાઓએ પાલિકામાં ઉગ્ર રજૂઆત કરી હતી.

મહેમદાવાદ શહેરમાં ભાથીજી ફળિયામાં પારાવાર ગંદકી અને મચ્છરજન્ય રોગચાળો ફાટી નિકળે તેવી સંભાવનાઓ સ્થાનિકો સેવી રહ્યા છે.ફળિયા અને  જાહેર માર્ગ પરથી ગટરના કુવામાંથી ગંદુ પાણી ઓવરફલો થાય છે.જેના કારણે બિમારીમાં સપડાય તેવી શકયતાઓ રહેલી છે.આ અંગે ફળિયાના જાગૃત નાગરિકોએ પાલિકાને વારંવાર રજૂઆત કરી હતી.તેમ છતા તંત્ર દ્વારા કોઇ પગલા લેવામાં આવ્યા ન હતા

(5:39 pm IST)