ગુજરાત
News of Tuesday, 20th August 2019

વડોદરાના કિશનવાડીમાં વાહન અકસ્માતમાં થયેલ ઝઘડામાં ચપ્પુથી હુમલો કરનાર વિરુદ્ધ પોલીસ ફરિયાદ

વડોદરા: શહેરના કિશનવાડીમાં વાહન અકસ્માત બાબતે ઝઘડો થતા ચાકુ વડે હુમલો કરીને સ્કૂટરચાલકને ઇજા પહોંચાડવામાં આવી હતી. જે અંગે બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ છે. 

આ અંગેની વિગત એવી છે કે, કિશનવાડી ૪૦ ક્વાટર્સમાં રહેતા સીમાબેન માછી ગત ૧૭મી તારીખે સાંજે પતિ સાથે એકટીવા પર બજારમાં ખરીદી માટે જતા હતા. તે દરમિયાન તેમના ઘરની નજીક રહેતો જીજ્ઞોશ સુરેશભાઇ માછી પૂરઝડપે એકટીવા લઇને આવ્યો હતો અને સીમાબેનના પતિ સાથે અકસ્માત કર્યો હતો.

(5:37 pm IST)