ગુજરાત
News of Tuesday, 20th August 2019

વૃધ્ધાશ્રમના વૃધ્ધો, અનાથાશ્રમના બાળકો, વિધવાશ્રમની વિધવાઓ, સાધુ - સંતોને 'માં વાત્સલ્ય' યોજનાનો લાભ

ગાંધીનગર તા.  : રાજ્ય સરકારે આરોગ્ય સેવાની મા વાત્સ્લય  યોજના હેઠળ વૃધ્ધાશ્રમના વૃધ્ધો, અનાથ આશ્રમના બાળકો, વિધાવાશ્રમની વિધવાઓ વગેરેનો સમાવેશ કરવાનુ જાહેર કર્યુ છે. આરોગ્ય વિભાગે આ અંગે તા.૩૦ જુલાઇએ ઉપસચિવ  હરેશ પરમારની સહિથી પરિપત્ર  પ્રસિધ્ધ કર્યા છે.

પરિપત્રમાં જણાવાયુ છે કે મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજના હેઠળ વાર્ષિક આવકનો દાખલો અનિવાર્ય છે. ઓળખના પુરાવા માટે ઓળખ કાર્ડ જરૂરી છે. તેમજ ગુજરાતના રહેવાસી હોવાના પુરાવા માટે રાશન કાર્ડ અનિવાર્ય છે. પરંતુ જે વૃધ્ધાશ્રમના વૃધ્ધો, અનાથ આશ્રમના બાળકો, વિધવાશ્રમના વિધવા બહેનો  અને ત્યકતાઓ સત્વીક જીવન જીવતા સાધુ-સંતો, માનસિક રોગીઓ તેમજ નિઃસહાય લોકો હોય તેમની પાસે આવકનો દાખલો , ઓળખનો પુરાવો કે રાશન કાર્ડ ઉપલબ્ધ હોતા નથી. જેથી આવા નિઃસહાય લોકો મુખ્યમંત્રી અમૃતમ વાત્સલ્ય યોજનાના લાભથી વંચિત રહી જાય છે. જેથી તેમને યોજનાના તમામ લાભ મળી રહે તેવી રજુઆતો જે તે સંસ્થાઓ દ્વારા કરવામાં આવેલ.

પુખત વિચારણાના અંતે 'મા વાત્સલ્ય' યોજના અંતર્ગત વૃધ્ધાશ્રમના વૃધ્ધો, અનાથ આશ્રમના બાળકો, વિધવાશ્રમની વિધવાબહેનો , ત્યકતાઓ  સાત્વીક જીવન જીવતા સાધુ સંતો, માનસિક રોગીઓ તેમજ નિઃસહાય લોકોનો સમાવેશ કરવાની મંજુરી આપવામાં આવે છે.

* વ્વૃધ્ધાશ્રમના વૃધ્ધો, અનાથ આશ્રમના બાળકો, વિધવાશ્રમની વિધવાબહેનો , ત્યકતાઓ  સાત્વીક જીવન જીવતા સાધુ સંતો, માનસિક રોગીઓ તેમજ નિઃસહાય લોકો અથવા તે લોકો જે સંસ્થામાં હોય તે સંસ્થાના સંબંધિત કલેકટર કચેરી / મામલતદાર કચેરી / તલાટી પાસેથી આવકનુ પ્રમાણપત્ર / દાખલો મેળવી રજુ કરવાનો રહેશે.

ઉકત દર્શાવેલ લાભાર્થીઓએ રહેઠાણના પુરાવો - રાશન કાર્ડ, ચુંટણી કાર્ડ, આધાર કાર્ડ, પાનકાર્ડ, ડ્રાઇવિંગ લાઇસન્સ કે પાસપોર્ટ પૈકી કોઇ એક ઓળખાણનો પુરાવો રજુ કરવાનો રહેશે.  જે કોઇ લાભાર્થી પાસે ઉકત દર્શાવેલ કોઇ પણ ઓળખનો પુરાવો ન હોય તો તેવા સંજોગોમાં તે વ્યકિત જે સંસ્થામા હોય તે સંસ્થાના સંચાલક દ્વારા આ વ્યકિત 'છેલ્લા પાંચ વર્ષથી વધુ સમયથી ગુજરાતમાં રહે છે. ' તે બાબતનુ બે સાક્ષીઓ  સાથેનું એફિડેવીટ કરી રજુ કરવાનુ રહેશે. ત્યારબાદ સંબંધિત વિસ્તારના 'મા'યોજનાના કિઓસ્ક પર જઇ 'મા વાત્સલ્ય' કાર્ડ મેળવી શકશે અને લાભાર્થીને 'મા વાત્સલ્ય' યોજનાના તમામ  લાભ મળવાપાત્ર થશે.

(3:07 pm IST)