ગુજરાત
News of Tuesday, 20th August 2019

ઓલપાડના રામા પેપર મીલમાં 400થી વધુ બેગ ભરેલુ ખાતર ઝડપાયુ : 2.56 લાખનો માલ કબ્જે

146 ડીએપી અને નીમ કોટેડ 261 યુરિયા બેગ જપ્ત

સુરતના ઓલપાડના રામા પેપર મીલમાં 400થી વધુ બેગ ભરેલુ ખાતર ઝડપાયુ છે. આ ખાતર સબસીડી વાળુ છે.

 નાયબ ખેતી નિયામકની ટીમે દરોડા પાડી 146 ડીએપી અને નીમ કોટેડ 261 યુરિયા બેગ જપ્ત કરી છે.જેની કુલ કિંમત બે લાખ 52 હજારનો માલ કબ્જે કર્યો છે.

 ખેતી માટેના ખાતરનો કોમર્શીયલ ઉપયોગ થતો હોવાથી ઓલપાડ પોલીસ મથકે ફરીયાદ નોંધાઈ છે.મીલમાં બેક્ટેરિયા ડેવલપ કરવા યુરિયાનો ઉપયોગ થતો હતો.

(2:07 pm IST)