ગુજરાત
News of Tuesday, 20th August 2019

આતંકી હુમલાના એલર્ટ બાદ તાપીમાં સઘન બંદોબસ્ત : સોનગઢમાં ચેકપોસ્ટ શરૂ :હથિયારો સાથે જવાનો સજ્જ

મહારાષ્ટ્રમાંથી આવતા વાહનોનું સઘન ચેકિંગ: જાહેર સ્થળો પર સતત વોચ

તાપી : રાજ્યભરમાં આતંકી હુમલાના એલર્ટ બાદ તાપીમાં  સઘન બંદોબસ્ત ગોઠવાયો છે. તાપી ખાતેની આંતર રાજ્ય હદો પર સઘન ચેકિંગા હાથ ધરવામાં આવ્યુ છે

   તાપીમાં નેશનલ હાઈવે નંબર 53 પર સોનગઢ ખાતે આંતર રાજ્ય ચેકપોસ્ટ શરૂ કરવામાં આવી છે અને ત્યાં મહારાષ્ટ્રમાંથી આવતા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યુ છે. બે સેક્શન પોલીસ અને 2 સેક્શન એસ.આર.પીના જવાનોને આધુનિક હથિયાર સાથે સજ્જ કરાયા છે. જિલ્લામાં પણ સઘન પેટ્રોલિંગ અને જાહેર સ્થળો પર સતત વોચ રાખવામાં આવી રહી છે.

(1:50 pm IST)