ગુજરાત
News of Tuesday, 20th August 2019

આઈબીના ઇનપુટને પગલે સુરત અને વલસાડ જિલ્લામાં સુરક્ષા બંદોબસ્તમાં વધારો :તમામ વાહનોનું સઘન ચેકીંગ

મોલ, મલ્ટિપ્લેક્સ સિનેમાઘરો સહિતના વિસ્તારમાં તેમજ સમુદ્ર કિનારે પોલીસ દ્વારા સઘન સુરક્ષા બંદોબસ્ત

સુરત : આઈબી ઇનપુટના પગલે સુરત અને વલસાડ જિલ્લામાં પોલીસ દ્વારા સુરક્ષા બંદોબસ્તમાં વધારો કરાયો છે  સુરત અને વલસાડ જિલ્લામાં પ્રવેશતા અને બહાર નીકળતા માર્ગો ઉપર સઘન વાહન ચેકિંગ અભિયાન હાથ ધરાયું છે. દરિયા કિનારે પણ ચેકીંગ હાથ ધરવામાં આવ્યું છે.

   દક્ષિણ ગુજરાતમાં જાહેર જગ્યાઓ જેવા કે મોલ, મલ્ટિપ્લેક્સ સિનેમાઘરો સહિતના વિસ્તારમાં તેમજ સમુદ્ર કિનારે પોલીસ દ્વારા સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે. સાથે સાથે હવાઈ નિરીક્ષણ પણ પોલીસ દ્વારા કરવામાં આવી રહ્યું છે.

  વલસાડ જિલ્લાના બગવાડા ટોલનાકા ઉપર તેમજ મહારાષ્ટ્ર ગુજરાતમાં પ્રવેશતા પ્રવેશદ્વાર ઉપર આવેલા ભીલાડ ચેકપોસ્ટ ઉપર હથિયારધારી એસઆરપી બંદોબસ્ત ખડકી દેવામાં આવ્યો છે. સાથે સાથે બોમ્બ સ્ક્વોડ ટીમ તેમજ પોલીસ જેવી તમામ સુરક્ષા એજન્સીઓ દ્વારા મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આઇબી દ્વારા આપવામાં આવેલા આતંકવાદી હુમલાની દહેશતને લઈને સમગ્ર સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે

(1:25 pm IST)