ગુજરાત
News of Tuesday, 20th August 2019

ગાંધીનગરમાં ફાર્મહાઉસમાં દારૂની મહેફિલ માણતા પાંચ યુવતીઓ સહીત 14 ઝડપાયા

ત્રણ દારૂની બોટલ અને લકઝરી કાર જપ્ત ;મિત્રની બર્થડે પાર્ટી મનાવવા એકત્ર થયા હતા

ગાંધીનગર ;રાજ્યના પાટનગર ગાંધીનગરમાં દારૂની મહેફિલ માણતા 14 યુવક-યુવતીઓ ઝડપાયા છે ઝડપાયેલા શખ્સોમાં પાંચ યુવતીઓનો સમાવેશ થાય છે. ચીલોડાના દશેલા ગામ ખાતે આવેલા માધવ ફાર્મમાં દારૂની મહેફિલ જામી હતી.  એલસીબીએ દરોડા પાડ્યા હતા અને છ વાહનો સાથેનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો

 દારૂની મહેફિલ માણતા યુવક-યુવતીઓ એન્જિનિયરીંગ તેમજ સ્નાતક કક્ષાના વિદ્યાર્થીઓ છે અને મિત્રના જન્મદિવસની પાર્ટી મનાવવા માટે એકત્ર થયા હતા. તેઓ પાસેથી ત્રણ દારૂની બોટ પણ મળી છે.

ધનીક પરિવારના નબીરાઓ અહીં બે મર્સિડીઝ, ક્રેટા, ટોયોટા ઈનોવા જેવી લક્ઝૂરિયસ કાર લઈને મહેફીલ માણવા આવ્યા હતા. આ તમામ આરોપીઓ એન્જીનીયરિંગના અને ગ્રેજ્યુએશન કરતાં વિદ્યાર્થીઓ છે.

ફાર્મ હાઉસમાં તેઓ તેમના મિત્રની બર્થ ડે પાર્ટી મનાવવા માટે ભેગા થયા હતા. આ ફાર્મ હાઉસના માલિકનો દિકરો કુશલ પટેલ પણ હતો. જોકે પોલીસે અહીં રેડ કરી ત્યારે સહુ હેબતાઈ ગયા હતા. તેમને પોલીસે જ્યારે પકડ્યા ત્યારે રિતસર મોંઢુ છૂપાવવું પડ્યું હતું. પોલીસે આ બનાવને પગલે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(12:14 pm IST)