News of Tuesday, 20th August 2019
વડોદરાની દુમાડ ચોકડી નજીકથી ડ્રગ્સ સાથે બે કોલેજીયન યુવાનો ઝડપાયા
બન્ને યુવાનોને મુંબઈથી એક યુવક જથ્થો આપવા માટે આવ્યો હતો.
વડોદરાની દુમાડ ચોકડી નજીકથી બે યુવાનો ડ્રગ્સ સાથે ઝડપાયા છે રાજ ઉર્ફે સમીર પરમાર અને વિરેન ઉર્ફે દેવ ચૌહાણ નામના બે યુવાનો પાસેથી પોલીસે 95 ગ્રામ મેંથંફેંત માઈન નામના પાવડર સાથે ધરપકડ કરી છે.
મળતી વિગત મુજબ ઝપાયેલા બન્ને યુવાનોને મુંબઈથી એક યુવક જથ્થો આપવા માટે આવ્યો હતો. આ જથ્થો માંજલપુરના પીન્ટુને આપવાનો હતો. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જાણવા મળ્યા મુજબ વડોદરાની ખાનગી કોલેજમાં યુવાનો અભ્યાસ કરે છે.
(11:39 pm IST)