ગુજરાત
News of Tuesday, 20th August 2019

વિવિધ કોર્ટમાં ૧૮ લાખથી વધારે કેસ પેન્ડીંગ બોલે છે

હાઈકોર્ટમાં ૧.૨૩ લાખ કેસ પેન્ડીંગ

અમદાવાદ, તા.૧૯ : ગુજરાતમાંથી રાજ્યસભાના સદસ્ય નારણ રાઠવાએ પૂછેલા સવાલના જવાબમાં કેન્દ્રીય કાયદા મંત્રી રવિશંકર પ્રસાદે કહ્યું કે, ગુજરાતની કોર્ટમાં હાલ ૧૮.૨૧ લાખ કેસો પેન્ડીંગ છે અને ગુજરાત હાઈકોર્ટના રજીસ્ટ્રારે ઉપલબ્ધ કરાવેલી માહિતી મુજબ ગુજરાત હાઈકોર્ટમાં ૧.૨૩ લાખ કેસ પેન્ડીંગ પડ્યા છે, જેમાંથી ૩,૧૫૯ કેસો એવા છે છેલ્લા ૧૫ વર્ષથી પેન્ડીંગ પડ્યાં છે. ગુજરાતની જિલ્લા તથા નીચલી અદાલતમાં ૧૬.૯૮ લાખ કેસો પેન્ડીંગ છે. જેમાંથી ૪.૪૬ લાખ ફોજદારીના અને ૧૨.૫૨ લાખ ક્રિમિનલ કેસો છે.

     છેલ્લા ઘણા વર્ષોથી ગુજરાત સહિત દેશના ન્યાયતંત્રમાં પડતર કેસો અને તેનું ભારણ ન્યાયતંત્ર માટે ચિંતા સમાન બાબત બની છે. અલબત્ત, જયુડીશરી કેસોના ઘટાડા, તેના ઝડપી નિકાલ અને તેનું ભારણ શકય એટલું હળવુ કરવા લોકઅદાલત સહિતના માધ્યમો થકી સતત પ્રયત્નશીલ છે પરંતુ તેમછતાં હજુ તેમાં જોઇએ તેટલુ ધાર્યુ પરિણામ મળી શકતુ નથી. બીજીબાજુ, હાઇકોર્ટ સહિતની નીચલી કોર્ટોમાં રોજેરોજ નવા કેસોનું ફાઇલીંગ અને મુદતનું ચલણ પણ કેસોના ભારણ અને પેન્ડન્સી માટે એટલા જ મહત્વના પરિબળ બની રહ્યા છે.

(7:48 pm IST)