News of Monday, 20th July 2020
વડોદરાના પ્રતાપનગર ત્રણ રસ્તા નજીકથી પોલીસે રાત્રી કર્ફ્યુ દરમ્યાન નશાની હાલતમાં બે સ્કૂટી ચાલક યુવાનોને ઝડપી પાડ્યા
વડોદરા:પ્રતાપનગર ત્રણ રસ્તા પાસેથી રાત્રિ કરફયૂ દરમિયાન દારૃના નશામાં ઝડપાયેલા બે સ્કૂટી ચાલક યુવાનોને પોલીસ સ્ટેશન લઇ જતા બંનેએ ધમાલ કરી પોલીસ પર હુમલો કરતા બંનેની ધરપકડ કરાઇ છે.
આ અંગેની વિગત એવી છે કે ગઇ રાત્રે વાડી પોલીસ સ્ટેશનનો સ્ટાફ પ્રતાપનગર ત્રણ રસ્તા પાસે રાત્રિ કરફયૂનો અમલ કરાવતો હતો ત્યારે પ્રતાપનગર બ્રિજ તરફથી એક સ્કૂટી વાંકીચૂકી હંકારીને પસાર થતા બે યુવાનોને ઉભા રહેવા માટે ઇશારો કરતા બંનેએ ઉભા રહેવાના બદલે સ્કૂટી ભગાવી હતી. જો કે પોલીસે પીછો કરી બંનેને ઝડપી પાડયા હતાં.
(5:17 pm IST)