ગુજરાત
News of Saturday, 20th July 2019

મહેસાણામાં વાતાવરણમાં પલટો :ભારે પવન સાથે વરસાદ

અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદ વરસતા સર્વત્ર ઠંડક પ્રસરી

 

મહેસાણામાં વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો લાંબા ગાળા બાદ વરસાદની શરૂઆત થઈ છે. પવન સાથે વરસાદની શરૂઆત થઈ છે

  . મહેસાણાના વાતાવરણમાં અચાનક પલટો આવ્યો હતો અને વરસાદી માહોલ સર્જાયો હતો. અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ વરસાદ આવતા વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. ભારે ગરમી બાદ વરસાદ થતા શહેરીજનો ખશીનો માહોલ જોવા મળ્યો હતો. ઉપરાત ખેડૂતોના સુકાઈ રહેલા પાકને નવું જીવનદાન મળ્યું છે.

(10:35 pm IST)