ગુજરાત
News of Saturday, 20th July 2019

મોડાસામાં બે બંધ મકાનોમાં તસ્કરો ત્રાટક્યા

મોડાસા:  બાયપાસ માર્ગે આવેલી રહેણાંક વિસ્તાર ગ્રીનસીટી બંગ્લોઝમાં ગત ગુરૂવારની રાત્રે તસ્કરોએ બે બંધ બંગલાના તાળા-નકૂચા તોડી તરખાટ મચાવ્યો હતો.જો કે એક મકાનમાં માત્ર વિદ્યાર્થીઓજ અભ્યાસ અર્થે રહેતા હોઈ ચોરોને કંઈ હાથ લાગ્યુ ન હતું.જયારે અન્ય એક બંધ બંગ્લામાં તસ્કરોએ સરસામાન રફેદફે કરી કિંમતી ચીજ વસ્તુઓની ચોરી કરી લીધી હોવાનું જણાયું હતું. એક તરફ વરસાદ ખેંચાતા ચારેકોર ચીંતાભર્યાે માહોલ સર્જાયો છે.બીજી તરફ જરૂરી સુરક્ષા ના અભાવ વચ્ચે ગુનાખોરો બેખોફ બન્યા હોય એમ ચોરી,ઘરફોડ,લૂંટના બનાવોમાં નોંધાપાત્ર વધારો થતાં પ્રજાજનોમાં ભય પ્રસરી રહયો છે.મોડાસા બાયપાસ માર્ગની ધમધમતી સહયોગ ચોકડી નજીક આવેલા ગ્રીનસીટી બંગ્લોઝમાં ગત ગુરૂવારની રાત્રીએ ઉતરી આવેલા તસ્કરોએ બે બંધ મકાનોને નિશાન બનાવી તાળા-નકૂચા તોડી ઘરમાં પ્રવેશ્યા હતા.આ તસ્કરોએ બંગલા નં.૪૯ ની તીજોરી,કબાટ તોડી ચોરી કરી સરસામાન રફેદફે કરી નાખ્યો હતો. જોકે આ તસ્કરોએ કેટલી મત્તાની ચોરી કરી એ અંગે મકાન માલીકો બહાર હોઈ જાણી શકાયુ ન હતું.જયારે બંગલાનં.૧ માં વિદ્યાર્થીઓ રહેતા હોઈ કોઈ કીંમતી ચીજવસ્તુ તસ્કરોને કંઈ હાથ લાગી ન હતી.પરંતુ સીસીટીવી અને ચોકીદારથી સજ્જ આ સોસાયટીમાં તસ્કરીથી રહીશો ફફડી ઉઠયા હતા.આ ચોરીની ઘટના અંગે ટાઉન પોલીસને પુછતા કોઈ ફરીયાદ નહી નોંધાયેલ હોવાનું જણાવાયું હતું.

(4:44 pm IST)