ગુજરાત
News of Saturday, 20th July 2019

મોડી રાત્રે સાણંદ રોડ પર એસટી બસ અને ટ્રક વચ્ચે ટક્કર : બે બાળકોના મોત: 16 ઘવાયા

વડોદરા: રાજ્યમાં અકસ્માતોની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહ્યા છે, ત્યારે સાણંદ રોડ પર એસટી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બે બાળકોનાં મોત નીપજ્યાં છે, જ્યારે 16થી વધુ લોકો ઘાયલ છે. આ અકસ્માતમાં જાણવા મળી રહ્યું છે કે, એસટી બસ રોડની બાજુમાં આવેલી ખાડીમાં પડી ગઇ હતી. આ મામલે ગ્રામ્ય પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે. શુક્રવારની મોડી રાતે અકસ્માતમાં ટ્રકની અને એસટી વચ્ચે ટક્કર થઇ હતી. જેના કારણે રોડ પરથી પસાર થતા લોકો પણ ત્યાં મદદ માટે આવી ગયા હતાં. આ દુર્ઘટનામાં 16થી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાંથી ત્રણ જણાં ગંભીર રીતે ઘાયલ છે. મોડી રાતે ખાડીમાં પડેલી બસને રેસ્ક્યુ કરીને બહાર લાવવામાં આવી હતી.એસટી બસ રોડ પાસે આવેલી ખાડીમાં ખાબકી ગઇ હતી. જે બાદ પોલીસ અને બચાવની ટીમે ઘટનાસ્થળે પહોંચીને રેસ્ક્યુ કર્યું હતું. આ ઘટનામાં જાણવા મળી રહ્યું છે, જે બસને અકસ્માત નડ્યો છે તે સંતરામપુર ડેપોની ST બસ હતી.

(4:43 pm IST)