ગુજરાત
News of Saturday, 20th July 2019

સુરત મ્યુનિ. તંત્રની નવી પહેલ: ડ્રેનેજના નિકાલ માટે જાહેર કર્યો ટોલ ફ્રી નંબર

સુરત:  ડ્રેનેજની ફરિયાદ માટે લોકોને ધક્કા ન ખાવા પડે તે માટે મ્યુનિ. તત્ર હવે ટોલ ફ્રી નંબર જાહેર કરશે તે મુજબનો નિર્ણય ડ્રેનેજ કમિટિની બેઠકમાં કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ડ્રેનેજની ફરિયાદનો ત્વરિત નિકાલ આવે તે માટે રેક ઝોનમાં એક નોડલ ઓફિસરની નિમણુંક કરવા માટેનો નિર્ણય પણ કરવામા આવ્યો છે. સુરત મ્યુનિ.ના ડ્રેનેજ કમિટિની બેઠક બાદ અધ્યક્ષ અમિત રાજપુતે કહ્યું હતું, ચોમાસાની ઋતુ દરમિયાન ડ્રેનેજ સંબંધી ફરિયાદમા વધારો થઈ જાય છે. આ ફરિયાજ બાજ તેના નિવારણ માટે સંકલન યોગ્ય રીતે થતું નથી તેથી સમસ્યાનો નિકાલ જલદી આવતો નથી. લોકોને નડતી મુશ્કેલી દુર કરવા માટે ડ્રેનેજની ફરિયાદ સીધી એક જ જગ્યાએ થાય તે માટે ટોલ ફ્રી નંબર જાહેર કરવામા આવશે. આ ઉપરાંત રેક ઝોનમાં ડ્રેનેજની ફરિયાદ નિરાકરણ માટે એક એક નોડલ ઓફિસરની નિમણુંક કરવામાં આવે અને ટોલ ફ્રી નંબર પર મળેલી ફરિયાદનો ત્વરિત ઉકેલ આવે તેવી કામગીરી કરવાની રહેશે. ડ્રેનેજમાં ઉતરીને સફાઈની કામગીરી કરવા પર પ્રતિબંધ છે હાલમાં ડ્રેનેજ સફાઈની કામગીરી માટે સમસ્યા નડી રહી છે તેથી રેક ઝોનમાં ડીસીલ્ટીંગની કામગીરી માટે ૧૦ મશીન વસાવવામા આવે તેવી પણ સુચના આપવામા આવી હતી.  ડ્રેનેજ  કમિટિમા મહત્વની ચર્ચા હોવા છતાં લિંબાયત અને વરાછા ઝોનના અધિકારીઓ હાજર રહ્યાં ન હતા. ડ્રેનેજ કમિટિની બેઠક અગત્યની હોવા છતાં બે ઝોનના અધિકારીઓ ગેરહાજર કેમ રહ્યાં તેનો ખુલાસો પણ માગવામાં આવ્યો છે.

(4:34 pm IST)