ગુજરાત
News of Saturday, 20th July 2019

સચિવ ટી. નટરાજનની વોશીંગ્ટનમાં નિમણૂક

આઈ.એમ.એફ.માં વહીવટી નિયામકના સિનિયર સલાહકાર બનશે

રાજકોટ, તા. ૨૦ :. ગુજરાત સ્ટેટ પેટ્રોલિયમ કોર્પોરેશનના મેનેજીંગ ડીરેકટર ડો. ટી. નટરાજનને કેન્દ્ર સરકારે અમેરિકાના વોશીંગ્ટન ડીસી ખાતે ઈન્ટરનેશનલ મોનીટરી ફંડમાં એકઝીકયુટીવ ડીરેકટરના સિનિયર એડવાઈઝર તરીકે ૩ વર્ષ માટે નિમણૂક માટે પસંદ કર્યા છે. તેઓ ત્યાં ટૂંક સમયમાં ચાર્જ સંભાળનાર છે.

શ્રી ટી. નટરાજન (મો. ૯૯૭૮૪ ૦૬૦૪૮) ગુજરાત કેડરના ૧૯૯૬ની બેચના આઈ.એ.એસ. કેડરના સચિવ કક્ષાના અધિકારી છે. અગાઉ સૌરાષ્ટ્રમાં અમરેલી જિલ્લા વિકાસ અધિકારી અને જામનગરના જિલ્લા કલેકટર પદે ફરજ બજાવી ચૂકયા છે. આઈ.એમ.એફ.માં તેમની નિમણૂક ગૌરવવંતી ગણાય છે.

(2:37 pm IST)