ગુજરાત
News of Saturday, 20th July 2019

હિંડોળા ઉત્સવ : કલાત્મક હિંડોળાના દર્શનનો મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના દેશ વિદેશના મંદિરોમાં પ્રારંભ

હિંડોળા ઉત્સવ એટલે આત્માને પરમાત્મામાં જોડીને ભક્તિનાં પુષ્પો પ્રભુને અપર્ણ કરવાનો અનુપમ અવસર. હિંડોળા પર્વ દરમિયાન પ્રભુની નજીક આવવાની તક સાંપડે છે. અયોધ્યા - ઉત્તર ભારતમાં આ  દિવસો "ઝુલા ઉત્સવ" તરીકે ઓળખવામાં આવે છે, તો ગુજરાતમાં વૈષ્ણવ અને શ્રી સ્વામિનારાયણ મંદિરોમાં આ દિવસ "હિંડોળા ઉત્સવ" તરીકે ઉજવાય છે. મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાનના દેશ વિદેશના શ્રી સ્વામિનારાયણ મંદિરોમાં વિવિધ પ્રકારના હિંડોળાના દર્શન થતા હોય છે. જે અંતર્ગત રક્ષાબંધનના દિવસે રાખડીના તો પવિત્રા એકાદશીના દિવસે પવિત્રાનાં હિંડોળાના દર્શન થતાં હોય છે.

ગુલાબના ફૂલથી માંડીને સુકામેવા, ઈલાયચી, લીલી ખારેક, શાકભાજીના હિંડોળા, કાચના હિંડોળા, જરીની ઘટાના હિંડોળા, પવિત્રાના હિંડોળાના,  મોતીના હિંડોળાનો સમાવેશ થાય છે.  તદુપરાંત અગરબત્તી, પેંડા, હીર, રમકડાં, નોટ, પર્ફ્યુમ, સાબુ, કાજુકતરી, ચોકલેટ, ચમકી વગેરેના હિંડોળાના પણ સમાવેશ થાય છે.

હિંડોળા ઉત્સવના પાવન અવસરે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન દેશ-પરદેશના વિવિધ મંદિરોમાં હિંડોળા ઉત્સવનો શુભારંભ થઇ ગયો છે. વિવિધ મંદિરોના તે તે હિંડોળાના દર્શન અહીં આપ માણી શકો છો.

 

(1:32 pm IST)