ગુજરાત
News of Saturday, 20th July 2019

પ્રિયંકા ગાંધીની અટકાયતના વિરોધમાં કોંગ્રેસના દેખાવો સાતવ-ચાવડા-ધાનાણી સહિતના નેતાઓની અટકાયત

અમદાવાદમાં કોંગ્રેસનું વિરોધ પ્રદર્શનઃ લોકશાહી-સંવિધાન બચાવોના લાગ્યા નારા

રાજકોટ, તા. ૨૦ :. બુધવારે ઉત્તર પ્રદેશના સોનભદ્રમાં થયેલા ગોળીબાર-નરસંહારકાંડના પિડીતોને મળવા જઈ રહેલા કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા પ્રિયંકા ગાંધીની અટકાયતના વિરોધમાં ગુજરાત કોંગ્રેસના રાજ્ય પ્રભારી રાજીવ સાતવ, પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા તથા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીના વડપણમાં અમદાવાદમાં કોચરબ આશ્રમ ખાતે વિરોધ પ્રદર્શન કરતા પોલીસ સાતવ, ચાવડા તથા ધાનાણી સહિતના નેતાઓની અટકાયત કરી હતી.

આજે સવારે પ્રદેશ નેતાઓના વડપણ હેઠળ કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કરી લોકશાહી બચાવો, સંવિધાન બચાવોના નારા સાથે જોરદાર દેખાવો કરતા પોલીસ રાજીવ સાતવ સહિતના નેતાઓની ટીંગાટોળી કરીને અટકાયત કરી હતી.

સોનભદ્રમાં બુધવારે થયેલા ગોળીબાર કાંડ બાદ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રા પીડિતોને મળવા જઇ રહ્યા હતા. જોકે યુપી પોલીસે તેમની પીડિતોને મળે તે પહેલા અટકાયત કરી હતી. જેનો પ્રિયંકા ગાંધી અને તેમના કાર્યકરોએ વિરોધ દર્શાવ્યો. ત્યારે સોનભદ્રની આગ ગુજરાત સુધી પહોંચી હતી.

ઙ્ગ પ્રિયંકા ગાંધીની અટકાયતને પગલે આજે કોંગ્રેસ કાર્યકરો દ્વારા કોચરબ આશ્રમ ખાતે વિરોધ પ્રદર્શન યોજાયું હતું. સોનભદ્ર નરસંહારના પરિવારજનનોને મળવા જઇ રહેલા પ્રિયંકા ગાંધીને રોકી દેવાતા કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું અને લોકશાહી બચાવો, સંવિધાન બચાવોના નારા સાથે દેખાવો કર્યા. વિરોધ પ્રદર્શનમાં રાજીવ સાતવ, પરેશ ધાનાણી, અમિત ચાવડા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ નેતાઓની અમદાવાદ પોલીસે અટકાયત કરી હતી.

ઙ્ગસોનભદ્રમાં બુધવારે થયેલા ગોળીબાર કાંડમાં માર્યા ગયેલા લોકોના પરિવારજનોની મુલાકાત કરવા ગયેલા કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા ગાંધી વાડ્રાએ પાછા ફરવાની અધિકારીઓની સલાહ ન માનતા ચૂનાર ગેસ્ટ હાઉસમાં આખી રાત વિતાવી. પ્રિયંકા અને અધિકારીઓ વચ્ચે રાત્રે લગભગ ૧૨.૦૦ વાગ્યાથી ૧.૧૫ વાગ્યા સુધી ચાલેલી વાતચીત નિષ્ફળ રહી અને પ્રિયંકા ગાંધી અને તેમના સેંકડો સમર્થક ચૂનાર ગેસ્ટ હાઉસમાં રહ્યા.

પ્રિયંકા ગાંધીએ મોડી રાત્રે કરેલા એક પછી એક ટ્વિટમાં જણાવ્યું કે ઉત્ત્।ર પ્રદેશ સરકારે વારાણસી ઝોનના પોલીસ મહાનિર્દેશક બૃજભૂષણ, વારાણસીના મંડલાયુકત દીપક અગ્રવાલ અને પોલીસ ઉપમહાનિરીક્ષકને મને એ કહેવા માટે મોકલ્યા કે હું પીડિતોને મળ્યા વગર પાછી ચાલી જાઉં. એમણે મને અટકાયતમાં રાખવાનું કોઇ કારણ પણ ન જણાવ્યું કે ન કોઇ કારણ બતાવ્યા.

(3:34 pm IST)