ગુજરાત
News of Saturday, 20th July 2019

મીડિયાના મિત્રો માટે ‘ગુજરાત મીડિયા એવોર્ડ્સ’ અવસર : બીજાની હેડલાઈન લખતા મીડિયા કર્મીઓ માટે પોતે હેડલાઈન બનવાનો મોકો : પત્રકાર, ફોટોગ્રાફર્સ, આર.જે., એન્કર્સ વગેરે તેમની બેસ્ટ સ્ટોરીઝ અને ફોટોને કેટેગરી પ્રમાણે એવોર્ડ અર્પણ કરાશે

રાજકોટ : દરેક ઈન્ડસ્ટ્રીમાં મીડિયા કર્મી એવોર્ડ ફંક્શન જોતા હોય છે પરંતુ પોતે એવોર્ડનો ભાગ ક્યારે બનશે. અન્યોના ન્યુઝ લખતા પત્રકારો પોતે ન્યૂઝ ક્યારે બનશે ત્યારે પોતે હેડલાઈન બનવાનો મોકો ‘ગુજરાત મીડિયા એવોર્ડ્સ’ ફરીવાર લઈને આવી રહ્યું છે. દરેક ઈન્ડસ્ટ્રીની જેમ મીડિયા ક્ષેત્રે પણ પ્રોત્સાહનની જરૂર હોય છે તેવા આસય સાથે ‘ગુજરાત મીડિયા એવોર્ડ્સ’ની શરુઆત કરવામાં આવી હતી. જો કે પહેલી સફળ સિઝન બાદ આ સેકન્ડ સિઝન શરૂ થવા જઈ રહી છે જેમાં જુદી-જુદી કેટેગરી પ્રમાણે જેવા કે, પ્રિન્ટ મીડિયા, ઈલેક્ટ્રોનિક્સ મીડિયા, રેડીયો વેબ નો સમાવેશ કરવામાં આવ્યો છે. જેમના બેસ્ટ વર્કને ‘ગુજરાત મીડિયા એવોર્ડ્સ’ દ્વારા બિરદાવવામાં આવશે.

ભાગ લેવા માટે https://gujaratmediaawards.com/apply/ ઉપર રજીસ્ટેશન તારીખ 5 ઓગસ્ટ પહેલા કરાવી લેવા જણાવાયું છે

‘ગુજરાત મીડિયા એવોર્ડ’ના માટે રજીસ્ટ્રેશન આવવાના શરૂ થઈ ચુક્યા છે જે માટે 5 ઑગસ્ટ પહેલા આ લિન્ક પર જુદી-જુદી કેટેગરીમાં મીડિયા કર્મીઓ જેમાં પત્રકાર, ફોટોગ્રાફર્સ, આર.જે., એન્કર્સ વગેરે તેમની બેસ્ટ સ્ટોરીઝ અને ફોટોને કેટેગરી પ્રમાણે અરજી કરી શકો છો 

19-9-2019માં પંડિત દિનદયાળ હૉલ ખાતે એવોર્ડ ફંક્શન થશે :

મીડિયા ક્ષેત્રની પ્રતિભાને નિખારવા માટે આ એવોર્ડ ફંક્શન ગયા વખતની જેમ આ વખતે પણ પંડિત દિનદયાળ હૉલમાં રાખવામાં આવ્યું છે. જેમાં ભાગ લેનાર મીડિયા કર્મીઓને જુદી-જુદી હસ્તીઓના હસ્તે ‘ગુજરાત મીડિયા એવોર્ડ્સ’ આપી સન્માનિત કરવામાં આવશે. જેમાં આવવાનું ચુકતા નહીં.

(12:37 pm IST)