News of Saturday, 20th July 2019
અમદાવાદના પકવાન ચાર રસ્તા પાસે કાર ચાલકે ફૂટપાથ પર સુતેલા મજૂરને કચડી માર્યો
મૂળ રાજસ્થાનનો મૃતક 65 વર્ષીય મજુર સુખલાલ દુબેલાલ રમકડાં વેચી ગુજરાન ચલાવતો
અમદાવાદના એસ.જી હાઈવે પરના પકવાન ચાર રસ્તા પાસે સર્વિસ રોડ પર મોડી રાતે પૂરપાટ ઝડપે આવતી કાર ફૂટપાથ પર સુતેલા મજૂર પર ચઢી જતાં મોત થયું છે. આ અકસ્માત બાદ કારચાલક ફરાર થઈ ગયો છે.
મોડી રાત્રે 12 વાગ્યે આ ઘટના બની હતી.ઘટનામાં મૃતક મજૂર મૂળ રાજસ્થાનનો સુખલાલ દુબેવાલ નામનો વ્યક્તિ હતો. જેમની ઉમર 65 વર્ષની હતી. આ ઉપરાંત સુખલાલ પરિવાર સાથે આ ફૂટપાથ પર જ રહેતાં હતા. જેઓ રમકડાં વહેચવાનું અને છુટક મજૂરીનું કામ કરતાં હતાં
(11:25 am IST)