ગુજરાત
News of Saturday, 20th July 2019

સદસ્યતા અભિયાનમાં ભાજપ પોતાનો જ રેકોર્ડ તોડશે: કાર્યકારી અધ્યક્ષ જે.પી નડ્ડાનું એલાન

ભાજપ માત્ર ભારતની જ નહિ દુનિયાની સૌથી મોટી પાર્ટી બની

અમદાવાદ : ગુજરાતના પ્રવાસે આવેલા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષે કહ્યું કે, ગુજરાતની ધરતી દુનિયા અને દેશને સંદેશ આપનારી ધરતી છે, ધરતી બાપુની ધરતી, સરદાર પટેલની ધરતી અને વડાપ્રાધાન નરેન્દ્રભાઈ  મોદીની ધરતી છે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ  મોદીની અધ્યક્ષતામાં ભારતીય જનતા પાર્ટીને લોકસભાની ચૂંટણીમાં 50 ટકા કરતા પણ વધારે મત મળ્યા છે. અમિત શાહની સંગઢન એકત્ર કરવાની તાકાતને કારણે ભારતમાં ભારતીય જનતા પાર્ટીને લોકસભામાં વિજય આપાવ્યો હતો. માટે આજે ભારતીય જનતા પાર્ટી માત્ર ભારતની નહિ દુનિયાની સૌથી મોટી પાર્ટી બની છે

ભારતીય જનતા પાર્ટીમાં ચાલી રહેલા સદસ્યતા અભ્યાન અંગે વાત કરતા નડ્ડાએ કહ્યું કે, અમે નક્કી કર્યું છે, કે ભારતીય જનતા પાર્ટી સભ્યપદ અભિયાનમાં પોતાનો રેકોર્ટ તોડશે. અને ભારતીય જનતા પાર્ટી ભારતને કોંગ્રેસ મુક્ત ભારત બનાવશે. માટે સરકાર અને સંગઠનમાં હજી વધારે કામ કરવાનું છે. ગાંધીની 150મી જન્મ જયંતી ઉજવીશું ત્યારે એક એક કાર્યકર્તાએ ગાંધીની જીવન શૈલી લોકો સુધી પહોંચાડવામાં આવશે. સ્વચ્છતા ગાંધીને ગમતી હતી અને મોદીએ દેશમાં સ્વચ્છતાને એક આંદોલન બનાવી દીધું છે.

ગુજરાતમાં ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડા બે દિવસીય પ્રવાસે છે. તેમનું સ્વાગત કરવા માટે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને જીતુ વાઘાણી એરપોર્ટ પર પહોંચ્યા હતા. અમદાવાદ એરપોર્ટ ખાતે આવેલા ભાજપના રાષ્ટ્રીય કાર્યકારી અધ્યક્ષ જેપી નડ્ડાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા.

(12:43 am IST)