ગુજરાત
News of Saturday, 20th July 2019

પાણીના નામે રાજકીય જંગ :ગુજરાત અને મધ્યપ્રદેશ સરકાર નર્મદાના નીર મામલે સામસામે : આરોપ-પ્રતિ આરોપનો ધોધ

જીતુભાઇ વાઘાણીએ કહ્યું જરૂરત પડશે તો, અમે મધ્ય પ્રદેશ સરકાર વિરુદ્ધ આંદોલન કરીશુ.

 અમદાવાદ: નર્મદાના પાણીને લઈ મધ્ય પ્રદેશની કોંગ્રેસ સરકાર અને ગુજરાતની ભાજપ સરકાર આમને સામને આવી છે બંને પક્ષ તરફથી આરોપ-પ્રતિ આરોપનો મારો શરૂ થયો છે મધ્યપ્રદેશ  દ્વારા નર્મદાનું પાણી અટકાવવાના  પરભાજપના પ્રદેશ પ્રમુખ જીતુભાઈ  વાઘાણીએ જણાવ્યું કે, વિઘ્ન સંતોષી કોંગ્રેસ વિકાસમાં રોડા નાખે છે. ગુજરાત મધ્ય પ્રદેશની સરકારને માફ નહીં કરે.વાઘાણીએ કહ્યું કે, જરૂરત પડશે તો, અમે મધ્ય પ્રદેશ સરકાર વિરુદ્ધ આંદોલન કરીશુ.

પ્રાપ્ત માહિતી મુજબ, કેટલાક દિવસથી નર્મદા પાણીને લઈને વિવાદ વકર્યો છે. મધ્યપ્રદેશની કોંગ્રેસી સરકારના નેતાઓ કહી રહ્યાં છે કે, પાણીના બદલામાં જે વીજળી મળવી જોઈએ તે નથી મળી રહી. તેઓ ગુજરાતમાં નર્મદાનું પાણી બંધ કરી દેવાની પણ ચિમકી આપી રહ્યાં છે.

   પાણીને લઈને રાજકારણ ગરમાયું છે. ગુજરાતમાં ભાજપ સરકાર અને મધ્યપ્રદેશમાં કોંગ્રેસની સરકાર વચ્ચે જામેલા આ રાજકીય જંગમાં લોકો અને ખેડૂતોને પાણીની સમસ્યા સર્જાઈ રહી છે. મધ્ય પ્રદેશ સરકારે ગુજરાતમા નર્મદાનાં પાણી નું યોગ્ય વ્યવસ્થાપન ન થતુ હોવાના આક્ષેપ સાથે નર્મદા નું પાણી અટકાવવાનું કહ્યુ હતુ

(12:57 am IST)