ગુજરાત
News of Saturday, 20th July 2019

અલ્પેશ ઠાકોરના ભાજપમાં આગમન સાથે હવે રાજ્ય સરકાર દ્વારા મંત્રી મંડળમાં ૧૦થી વધુ ચહેરાને સમાવવા હિચાલ

ગાંધીનગર: વિજય રૂપાણી સરકારનું તાજેતરમાં વિસ્તરણ થવાની શક્યતાઓ પ્રબળ બની રહી છે. ઓબીસી નેતા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયા છે ત્યારે આગામી ટૂંક સમયમાં અલ્પેશ ઠાકોર સહિત 10થી વધુ ચહેરાને મંત્રી પદની લોટરી લાગી શકે છે. સરકારી સુત્રોના જણાવ્યા અનુસારા આગામી સમયમાં રૂપાણી સરકારનું વિસ્તરણ કરવામાં આવશે જેમાં નવા ચહેરાઓને પણ સ્થાન આપવામાં આવે એવી શક્યતાઓ છે.

કોંગ્રેસ છોડી ભાજપમાં જોડાયેલા અલ્પેશ ઠાકોર અને ધવલસિંહ ઝાલા માટે સારા સમાચાર જાણવા મળી રહ્યા છે. કોંગ્રેસમાંથી આયાત થતા નેતાઓને મંત્રી પદ આપવામાં આવતું હોવાની રાવને લીધે પાર્ટીમાં અસંતોષ ઉઠે માટે સરકારનું વિસ્તરણ કરવાનો તખતો ઘડાયો છે. સુત્રોના જણાવ્યા અનુસાર આગામી ટૂંક સમયમાં વિજય રૂપાણી સરકારનું વિસ્તરણ કરાશે અને અલ્પેશ ઠાકોર સહિત 10થી વધુને મંત્રી પદ મળી શકે છે. વિસ્તરણ કરાતાં નવા ચહેરાઓને સ્થાન આપવામાં આવશે એવી પણ શક્યતાઓ જોવામાં આવી રહી છે.

ભાજપના પ્રદેશ અધ્યક્ષ એવા 45 વર્ષના જીતુ વાઘાણી પાટીદાર સમુદાયમાંથી આવે છે અને રાજ્યમાં તેમનો સારો એવો પ્રભાવ છે. બેંકર પરિવારમાંથી આવતા જીતુ વાઘાણીએ પોતાની રાજકીય કરિયરની શરૂઆત બીજેપીના વિદ્યાર્થી સંગઠન એબીવીપીથી કરી હતી. તેઓ લાંબા સમય સુધી આરએસએસ સાથે પણ જોડાયેલા રહ્યા અને ત્યાંથી ભાજપમાં પહોંચ્યા. 1990માં તેમને ભાવનગર જિલા સમિતીના મહાસચિ્વ બનાવવામાં આવ્યા.

અલ્પેશ ઠાકોર ગુજરાત ઠાકોર સમાજના યુવા નેતા અને રાજકારણી છે અને રાધનપુર વિધાનસભા બેઠકનું પ્રતિનિધિત્વ કરે છે. તેમણે 2016માં પાટીદાર આંદોલનના પગલે OSS એકતા મંચની સ્થાપના કરી. 2017માં કોગ્રેસમાં જોડાયા. 10 એપ્રિલ 2019ના રોજ કોંગ્રેસના તમામ હોદાઓ પરથી રાજીનામું આપ્યું અને બનાસકાંઠામાં ઠાકોર સેનાના અપક્ષ ઉમેદવારનો પ્રચાર કર્યો. કોંગ્રેસ છોડ્યા પછી આખરે હવે અલ્પેશ ઠાકોર વિધિવત ભાજપમાં જોડાઇ ગયા છે.

ગુજરાત વિધાનસભા અઘ્યક્ષ તરીકે રાજેન્દ્ર ત્રિવેદીની વરણી કરવામાં આવી છે. ત્યારે વડોદરાના ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદીનું પણ સંભવત મંત્રી પદની યાદીમાં નામ ચર્ચાઇ રહ્યું છે.

સીએમ રૂપાણીના મંત્રીમંડળના વિસ્તરણની સંભવત મંત્રી પદની યાજીમાં પિયૂષ દેસાઈનું પણ નામની ચર્ચા થઇ રહી છે. ત્યારે પિયૂષ દેસાઈ નવસારી બેઠકના ધારાસભ્ય છે.

વિધાનસભાના મુખ્ય દંડકની નિમણૂંક કરવામાં આવી હતી. સરકારે વિધાનસભાના મુખ્ય દંડક તરીકે પંકજ દેસાઈ ઉપર પસંદગી ઉતારતા તેમમને મુખ્ય દંડક બનાવાયા છે પંકજ દેસાઈ નડિયાદના ધારાસભ્ય છે.

સીએમ રૂપાણીના મંત્રીમંડળના વિસ્તરણમાં નિમાબહેન આચાર્ય પણ સંભવત મંત્રી પદની રેસમાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ત્યારે નિમાબહેન આચાર્ય અંજાર બેઠક પરથી ધારાસભ્ય છે.

સીએમ રૂપાણીના મંત્રીમંડળના વિસ્તરણમાં નરેશ પટેલનું પણ સંભવત મંત્રી પદની લિસ્ટમાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે. ત્યારે નરેશ પટેલ ગણદેવી બેઠક પરથી ધારાસભ્ય છે.

અનુસૂચિત જનજાતિઓના કલ્યાણ માટેની સમિતિમાં મોહન ઢોડીયાની નિમણૂક કરાઇ છે. ત્યારે મંત્રીમંડળના વિસ્તરણમાં મોહન ઢોડીયાનું પણ સંભવત મંત્રી પદની યાદીમાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

ભાજપમાં ગારિયાધારના ધારાસભ્ય કેશુભાઈ નાકરાણી ભાજપમાં સિનિયર નેતા છે. સીએમ રૂપાણીના મંત્રીમંડળના વિસ્તરણની સંભવત મંત્રી પદની યાદીમાં તેમના નામની પણ ચર્ચાઓ ચાલી રહી છે.

વિસનગરના ભાજપના ધારાસભ્ય ઋષિકેશ પટેલનું નામ સંભવત મંત્રી પદની યાદીમાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

ભરૂચ બેઠકના ભાજપના ધારાસભ્ય દુષ્યંત પટેલનું નામ સંભવત મંત્રી પદની યાદીમાં હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

(5:09 pm IST)