ગુજરાત
News of Sunday, 20th June 2021

શહીદ જવાન જશવંતસિંહને શ્રદ્ધાંજલિ આપવા પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા મેમદપુર ખાતે પહોંચ્યા

શહીદ જસવંતસિંહને શ્રદ્ધાંજલિ આપી તેમજ શહીદ જવાનના પરિવારને સાંત્વના પાઠવી

બનાસકાંઠા જિલ્લાના વડગામ તાલુકાના મેમદપુર ગામનો યુવાન જશવંતસિંહ રાઠોડ દેશની સેવા કરતાં કાશ્મીર ખાતે ફરજ બજાવતા શહીદ થયા હતા.આ જવાનને શ્રદ્ધાંજલિ આપવા માટે રાજ્યના પુર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાધેલા શહીદ જવાનના માદરે વતન મેમદપુર ગામ ખાતે પહોંચ્યા હતા અને શહીદ જસવંતસિંહને શ્રદ્ધાંજલિ આપી હતી તેમજ શહીદ જવાનના પરિવારને સાંત્વના પાઠવી હતી.આમ શંકરસિંહ વાઘેલાએ વધુમાં જણાવ્યું હતું કે દેશસેવા અને દેશની સરહદોની રક્ષા માટે આર્મીમાં જોડાવવું તે ગર્વની વાત છે અને બીજા યુવાનો માટે શહીદ જશવંતસિંહનું જીવન પ્રેરણાદાયક છે.પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે કોઈપણ માણસ પોતાની આજીવિકા માટે ગમે તે વ્યવસાય પસંદ કરી શકે પણ દેશની સરહદો સાચવવાવાળી આર્મી સાથે જોડાવું એટલે મોતને આમંત્રણ આપવા બરાબર છે.આમ નાની ઉંમરમાં જસવંતસિંહ રાઠોડ શહીદ થયા છે.ત્યારે જસવંતસિંહ રાઠોડે વીરગતી પ્રાપ્ત કરી છે.

(11:23 pm IST)