ગુજરાત
News of Sunday, 20th June 2021

ખામર હાઇવે માર્ગ ઉપર વિકલાંગ શખ્સને અજાણ્યા વાહને અડફેટમાં લેતા ઘટના સ્થળે મોત

અપંગ અજાણ્યો વ્યક્તિ બે હાથના ટેકાથી ચાલતો હોય રાતના સમયે કોઇ અજાણ્યું વાહન ચાલક ટક્કર મારી નાસી ગયો હતો

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નાંદોદ તાલુકાના ખામર ગામના હાઇવે માર્ગ પરથી પસાર થતા એક વિકલાંગ વ્યક્તિને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી ઘટના સ્થળે મોત નિપજાવતા પોલીસે તપાસ હાથ ધરી છે
  આ અંગે મળતી માહિતી મુજબ તા.૧૯ જૂન ની રાતે ખામર માર્ગ પરથી પસાર થતા કોઈ અજાણ્યા વાહનના ચાલકે તેનું વાહન બેફામ હાંકરી આવતા ત્યાંથી પસાર થતા એક અજાણ્યા વિકલાંગ શખ્સ કે જે બંને હાથના ટેકાથી ચાલતો હતો તેને આ વાહને ટક્કર મારી ગંભીર ઇજાઓ થતા ઘટના સ્થળે મોત નીપજ્યું હતું.ટક્કર મારમાર અજાણ્યા વાહનનો ચાલક ઘટના બાદ વાહન લઈ નાસી જતા આમલેથા પોલીસે તપાસ હાથ ધરી છે.

(10:03 pm IST)