ગુજરાત
News of Sunday, 20th June 2021

રાજ્યના ઇન સર્વિસ તબીબોની તા. ૨૫થી અચોક્કસ મુદતની હડતાલ :વિવિધ પડતર પ્રશ્નોને લઈને હડતાલનું શસ્ત્ર ઉગામશે

અનેક રજૂઆત કરવા છતાં ઇન સર્વિસ તબીબોના પ્રશ્નો અને માંગણીઓનો ઉકેલ આવ્યો નથી

અમદાવાદ : રાજ્યમાં ફરજ બજાવતા ઇન સર્વિસ તબીબોના પડતર પ્રશ્નો અને માંગણીઓના ઉકેલ માટે ગુજરાત ઇન સર્વિસ ડોક્ટર્સ એસો દ્વારા સરકારમાં વારંવાર ન્યાયી અને વ્યાજબી રજૂઆત કરવા છતાં પ્રશ્ન ઉકેલાયો ના હોય જેથી ઇન સર્વિસ ડોકટરો તા. ૨૫ થી અચોક્કસ મુદતની હડતાલ કરશે તેવી ચીમકી ઉચ્ચારી છે

મેં માસમાં ઇન સર્વિસ તબીબોએ તા. ૧૦-૦૫ થી તા. ૧૫-૦૫ દરમિયાન કાળી પટ્ટી ધારણ કરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો સરકાર દ્વારા કોઈ પણ પ્રતિભાવ આપવામાં આવેલ નહિ બાદમાં તા. ૧૭ મેં થી તા. ૨૨ મેં દરમિયાન ઇન સર્વિસ તબીબોની પેન ડાઉન હડતાલ દરમિયાન રાજ્યવ્યાપી હડતાલના અનુસંધાને તા. ૧૮ મેં ના રોજ અગ્રસચિવ, આરોગ્ય અને પરિવાર વિભાગના અધ્યક્ષસ્થાને ઇન સર્વિસ તબીબોના પડતર પ્રશ્નો અને ઉકેલ માટે બેઠક બોલાવી હતી જેમાં કોરોના મહામારીને લઈને સરાહનીય કામગીરી કરી હોવાનું જણાવ્યું હતું અને રજૂઆત પામેલ વ્યાજબી પ્રશ્નો અને માંગણીઓનો ઉકેલ લાવવામાં આવે તેમ જણાવ્યું હતું જે અનેક રજૂઆત કરવા છતાં ઇન સર્વિસ તબીબોના પ્રશ્નો અને માંગણીઓનો ઉકેલ આવ્યો નથી

જેથી તાજેતરમાં ઇન સર્વિસ તબીબોની ઓનલાઈન બેઠક બોલાવી હતી જેમાં તા. ૩૧-૦૫ ના રોજ બેઠકમાં થયેલ નિર્ણયની અમલવારીના ન્યાયી આદેશો કરવામાં નહિ આવે તો ઇન સર્વિસ તબીબો તા. ૨૫ જુનથી અચોક્કસ મુદતની હડતાલ પર જશે જેની સંપૂર્ણ જવાબદારી સરકારની રહેશે તેમ જણાવ્યું છે અને સરકાર દ્વારા આદેશો આપવામાં આવશે ત્યારબાદ જ ઇન સર્વિસ તબીબો હડતાલ પરથી પરત આવશે

(5:57 pm IST)